jump to navigation

ક્યારે આવશે ભાન? November 24, 2012

Posted by chimanpatel in : કાવ્યો , trackback

(રાગઃ એક મુરખને એવી ટેવ…..)

એક ડાહ્યાને એવી ટેવ,
પ્રસાદ માટે પૂજે દેવ.

ન્હાયા વગર ન અડે,
નેતાઓના પગે પડે.

લસણ ડુંગળી ના ખાય,
મસાલાથી મોઢું ગંધાય.

ફરે લઇ હાથમાં માળા,
ભક્તિના કરીલે ચાળા.

વાર તહેવારો ખૂબ કરે,
બોલે ત્યારે અંગારા ઝરે.

ગરજે ગધાડાને બાપો કહે,
જીભ પર જાણે ગંગા વહે.

કપટ કરી કરી કમાણી કરે,
ગળે માળાઓ નાખી ફરે.

બોધ બધાને બહું આપે,
સ્વાર્થમાં લોકોના પગ કાપે.

ડીગ્રી મેળવી ના’વ્યું જ્ઞાન,
ક્યારે આવશે ‘ચમન’ ભાન?

* ચીમન પટેલ “ચમન”

Comments»

1. Devika Dhruva - November 24, 2012

congrats to modern ‘akha’ !

2. chimanpatel - November 25, 2012

આભાર, દેવિકાજી.
‘ચમન”

3. વિજય શાહ - November 25, 2012

સરસ છપ્પા

4. chimanpatel - November 25, 2012

આભાર વિજયભાઇ,

“ચમન”

5. hema patel - November 25, 2012

બહુજ સરસ !!!
આ છપ્પા ઢોંગીલા ભક્તો,અને ઢોંગીલા લોકો પર ચાપકા સમાન છે.ચાપકા ખાધા પછી પણ એ લોકોની સાન ઠેકાણે નથી આવતી.

6. chimanpatel - November 25, 2012

્ખૂબ ખૂબ આભાર તમારા વિચારો દર્શાવવા.

“ચમન”

7. Raksha - November 26, 2012

ઘણૂ સરસ! આવા ઢોગીઓથી ચેતતા રહેવા માટે કાવ્યમય સચોટ રીતે રજુ કરવા બદલ અભિનદન!

8. pravina Avinash - October 31, 2013

અખા ભગતના છપ્પા મારા મન પસંદ છે.

તમારો પ્રયત્ન પ્રશંશનિય છે.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.