શાંતિ સંદેશ-ફોટોકુ! November 21, 2015
Posted by chimanpatel in : ફોટોકુ , add a commentમુંબાઈ November 8, 2015
Posted by chimanpatel in : Uncategorized , add a commentNovember 7, 2015
Posted by chimanpatel in : ગ્રુપ ફોટો , add a commentહાઈકુ ને તાનકા
Posted by chimanpatel in : તાનકા,હાઈકુ , add a commentપ્રિતનું સુખ રે! (ઊર્મિ કાવ્ય) November 6, 2015
Posted by chimanpatel in : કાવ્યો , add a comment
પ્રિતનું સુખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!
નિત નિત એને નિરખું તોયે-
ન જોયાનું થાય મને દુઃખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!
પલક પલક થતી પાંપણે તું
વીંઝી રહી છે વીંજણો હેમનો
પ્રેમના પ્રસ્વેદ પર થતી એની
અસર, સમજાવું હું કેમનો?
કામણગારી કીકીને કાંઠડે બેસી
સંતોષવી મારે હૈયાની ભૂખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!
સ્મિત છલકાવીને તું તો
મૂંઝવણમાં મૂકી દેતી મને
જાય દિવસ વિચારોમાં તારા ને
રાતે સોલણામાં લપેટી લેતી!
મન મંદિરમાં મૂકીશ વહેતું
પ્રિતનું ક્યારે તું સુખ રે!
તારું મલકંતું રૂપાળું મુખ રે!
**********
*ચીમન પટેલ ‘ચમન’ (૨૧મે૧૯૬૫;ભાવનગર)
ફલાફલના ગોટાનો લોટ! November 5, 2015
Posted by chimanpatel in : Uncategorized , add a commentફલાફલના ગોટાનો લોટ કેમ તૈયાર કરવો
(સ્વઃ નિયંતિકા પટેલ)
પ્રિયે,
તારી પાછળ મેં સમુહ ભજનો નો’તા રાખ્યા, પણ આજે જાહેરમાં તને યાદ કરવાની મારી અલગ રીતથી, તું જ્યાં હોય ત્યાં, તને જાણ કરું છું.
એક દિવસ હું પેન્ટ્રીમાં કંઇક ખોળતો હતો ને એક કાચની બરણીમાં લોટ જેવું દુરથી દેખાતાં એને બહાર કાઢીને જોતાં, તારા અક્ષ્રરોમાં લખાયેલી એક ચબરકી જોવા મળી! એ વાંચતાં, એની પાછળ કરેલી તારી મહેનતનો મને અહેસાસ થયો. આ લોટને નાખી દેવાનું મન ન થયું! તને આ ધરતી છોડે ત્રણ વર્ષ થઇ ગયા, પણ આ લોટ ખરાબ થયો નથી એનું કારણ સમજાયું!
નીચેના કઠોળ ‘ઓવન’માં શેકવામાં આવ્યા હતા, અને એને ‘બ્લેન્ડ’ કરી તૈયાર કરી રાખ્યા હતા એની પહેચાન થઇ. તું એનો લાભ ન લઇ શકી! મને થયું કે તારા અક્ષ્રરોવાળી ચબરખી હું સાચવી રાખીશ સ્મૃતિ માટે. આજે તારી ‘રેસેપી’ને ટાઇપ કરી તારા ‘લેડીઝ’ મિત્રોને મોકલું છું તો એ મિત્રપત્નીઓ આ રેસેપીનો ઉપયોગ કરશે ત્યારે ત્યારે તને યાદ કરશે. આજે ખાસ સમય કાઢી તારી રેસીપી અહિ ટપકાવું છું.
• ૧ પેકેટ મોટા ચણા ૧૬ ઔંસ
• ૧ કપ આખા મગ
• ૧ કપ ઘઉના ફાડા
• ૧ કપ તુવેરની દાળ
• ૧ કપ ચોખા
• ૧/૨ કપ અડદની દાળ
આ બધુ ઓવનમાં શેકીને ‘બ્લેન્ડ’ કરવું.(આમાં ધાણા શેકીને ‘બ્લેન્ડ’ કરી નાખી શકાય)
નોંધઃ દિકરી હેતાએ આ લોટમાંથી ગોટા બનાવ્યા ને બધાને ખૂબ જ ભાવ્યા.