jump to navigation

નિયતિ અમારે ત્યાં કદી માંડી પડી નથી ! April 24, 2013

Posted by chimanpatel in : ટુંકી વાર્તા , add a comment

આજે નિયતિને ત્યાં અમારે જમવા જવાનું હતું.
અમે અમારી ટેવ મુજબ સમયસર પહોચી ગયા. બારણા પરનો ‘બેલ’ દબાવતાં, હસતા મુખે બારણુ ખોલી નિયતિ બોલી; ‘મને હતું જ કે તમે જ હશો! તમારા સિવાય કોઇ મારા ત્યાં ‘ઓન ટાઇમ’ આવતું નથી!’ અમારો આભાર માની, અમને એની બેઠકરૂમ સુધી કંપની આપી, બેસવાનું કહી પુછ્યું?;
‘ડ્રીન્કમાં શુ આપુ તમને?”
મેં કહ્યું; ‘બધાને આવવા દો પછી લઇશ’
‘તો ઠંડુ પાણી તો લેશોને?’
‘ના, પાણીતો અમે ઘેરથી પીને નિકળ્યા છીએ.’
ટી.વી. ચાલું કરી એ બોલી, ‘તમે આ સીરીયલ જુઓ છો? સરશ આવે છે. તમે જૂઓ અને હું જલ્દી જલ્દી તૈયાર થઇ તમને કંપની આપવા આવી જાવ છું’
‘તમારા મિસ્ટર દેખાતા નથી’ મેં પૂછ્યું.
‘એ જરા થોડી વસ્તુઓ લેવા સ્ટોરમાં ગયો છે તે આવતો જ હશે.’ કહી નિયતિ તૈયાર થવા સરી ગઇ.

એના ગયા પછી મેં ધર્મપત્ની તરફ જોયું. એ બોલી; ‘મને નાહકના તમે ઉતાવળ કરાવી! મારે સાડી બદલવી હતી,પણ જવામાં મોડું થાય અને તમે મારી ઉપર બગડો એટલે મેં સાડી પણ ન બદલી!!’ બાકીની એની ફરિયાદ એની આંખોમાં હું વાંચી ગયો. અમે બંને ઘડીભર ચૂપ રહ્યા એ દરમ્યાન નિયતિ તૈયાર થઇને આવી ગઇ, અને એના મિસ્ટર પણ આવી ગયા.

થોડા મહિનાઓ પછી, નિયતિને ત્યાં ફરીથી જમવા જવાનું થયું.
ટી.વી. ચાલું કરી, ધર્મપત્ની તૈયાર થઇ બહાર આવે એની રાહ જોતો ચાલુ કપડામાં હું સમય કાપી રહ્યો હતો. ધર્મપત્નીનો પ્રવેશ થતાં અને મને જુના કપડામાં જોઇ એ ભડકી, ને બોલી;’તમે હજુ તૈયાર નથી થયા?!’ એને આગળ બોલતાં અટકાવી મેં કહ્યું; ‘નિયતિ આપણા ત્યાં કાયમ એક કલ્લાક મોડી આવે છે. મારી ટકોરોથી પણ એનામાં ફેર પડ્યો નથી, એટલે મેં આજે એની આંખ ખોલવા એક નવો કિસ્સો અજમાવવાનો નિર્ણય કર્યો છે.’ પત્નીને ખુશ કરવા મેં કહ્યું; ‘તારે બીજી સાડી બદલવી હોય તો બદલી લે. આજે આપણી પાસે ઘણો સમય છે.’
‘પણ, મને પેટ ખુલ્લી વાત કરશો કે તમે શું કરવાનું વિચાર્યું છે?’
એની પાસે જઇ, કાનમાં મેં મારો કિમિયો કહ્યો.
‘ઓકે. ઓકે. હવે તમે તૈયાર થવા જશો પ્લીઝ?’

નિયતિના ત્યાં પહોચતાં, કામયની જેમ બારણાનો બેલ દબાવતાં, બારણું ખોલતાં નિયતિ બોલી; ‘તમે આજે આટલા માંડા!! તમે તો મારા ત્યાં કાયમ નિયમિત આવનારા આજે ખાસ્સો કલ્લાક માંડા છો?! ટ્રાફિક નડ્યો કે શું? એના પ્રશ્નોની ઝડીઓ પડૅ એ પહેલાં હું બોલ્યો; ‘ચાલો, તમારી બેઠકરૂમમાં બેસીને વાત કરૂં,’
બેઠકરૂમમાં દાખલ થઇ, બેઠક લઇ, પત્ની પર એક નજર નાખી લઇ, મે કહ્યું; ‘કોઇ કારણ તો નો’તું, પણ જાણી બૂઝીને અમે આજે માંડા આવ્યા છીએ.’ મારા આ જવાબથી નિયતિના આંખના ભવા ઊંચા થતાં મે જોયા. મેં વાતને આગળ વધારતાં કહ્યું; ‘અમને થયું કે આમેય તમારા કોઈ મિત્રો વહેલા તો આવતા નથી, અને અમારા કારણે તમારે કેટલી બધી ઉતાવળ કરવી પડે છે! એટલે, અમને આજે થયું કે તમને તૈયાર થવામાં પૂરતો સમય આપીએ અને અમારે એકાલા એકલા બેસી પણ ન રહેવું પડૅ.
નિયતિના માંના ભાવોમાં થતા ફેરફારોથી એને અમારો સંદેશ પહોચી ગયો છે એ અમે બંને વાંચી શક્યા.

ત્યારથી, નિયતિ અમારે ત્યાં કદી મોડી પડી નથી!!
(૧૯અપ્રિલ’૧૩)
***********************

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.