તાલી પાડુ છું! November 17, 2013
Posted by chimanpatel in : ગઝલ , 10 commentsવ્યક્તિ ઓળખું કે ન ઓળખાય, તાલી પાડું છું!
ભાષણ સમજાય કે ન સમજાય, તાલી પાડું છું!
તાલી મારે પાડવી કે ન પાડવાની માથાકૂટ છોડી,
મોં ભલેને પ્રેક્ષકોનું પછી મરડાય, તાલી પાડું છું!
પાર્ટી સંગીતની હોય કે હોય ક્યાંય ભજનો પછી,
ગાનાર સાંભળીને પછી હરખાય, તાલી પાડું છું!
માઇક મળતાં ભાન સમયનું જે ભૂલી જતા હોય;
બેસી જવાનું એમને પછી સમજાય, તાલી પાડું છું!
મહેમાનોને સાંભળી, તાલીઓથી વઘાવ્યા પછી,
ઘરકી મુરઘી દાળ પછી ન કહેવાય, તાલી પાડું છું!
તાલી પાડવાની ટેવ પડી ગઇ છે હવે તો એવી,
જાત મારી પછી સૌને પરખાય, તાલી પાંડુ છું!
સરી જાય શબ્દો ગઝલના સમજ્યા વગર સૌને
‘ચમન’ પછી એકલો ન પડી જાય, તાલી પાડું છું!
***************
ચીમન પટેલ ‘ચમન’ (૧૭નવેમ્બર’૧૩)