એવું બને! August 29, 2016
Posted by chimanpatel in : ગઝલ , 3 commentsએવું બને!
કેડમાં હોય છોરુ ને ખોળો બધે, એવું બને!
કેદાર જઇને જાત્રા, અધુરી રહે, એવું બને!
મૂકી આવીએ માબાપને, ઘરડા ઘરમાં જઇ,
મૃત્યુ પછી ભજનો, નિત ગાઇએ, એવું બને!
પૈસા લખાવો આગળ પડી, ટીપ્પણીમાં કાયમ,
માગવા આવે ઘેર જ્યારે, મોઢું બગડે, એવું બને!
મંદિર બનાવ્યું મોટું ઘરમાં પૈસા ખૂબ ખરચીને,
ગામના મંદિરોના દર્શને, જીવ દોડે. એવું બને!
પતિ જો હોય જ્ઞાની, ધાર્મિક ને પુસ્તકોનો પંડિત,
બાપુને સાંભળવા બેસો, સખીઓ જોડે, એવું બને!
પત્ની મળી વફાદાર ને વળી સીતા સમી ‘ચમન’,
મંદિરોમાં જઈને નજર, રાવણની બને, એવું બને!
• ચીમન પટેલ ‘ચમન’ (૧૬ઓગષ્ટ’૧૩/૨૮ઓગષ્ટ’૧૬)
•
ગઝલ ને મુક્તક August 15, 2016
Posted by chimanpatel in : ગઝલ,મુક્તકો , 6 commentsમૂંઝવણ
અણસાર આંખનો થાતાં જડી વાટ મને તારી,
ભરું છું ડગ ત્યાં ખસી રહી ભૂમી પગ તળે મારી!
આવવું હતું જો અહીં તો ગઈ શું આમ ચાલી?
કીધુ કાં ન, સરકી જવું’તુ દઈ મને હાથ તાલી!
તલસાવવા ધર્યો’તો શું ભરી ગ્લાસ પ્રિતનો?
કદી હિંચકે બેસી કીધો વિચાર મુજ હિતનો?
અબોલા લઈ અલબેલી થાય પરીક્ષા શું ઘેરી?
વાયો છે વંટોળ વડીલોનો કે થયું છે કોઈ વેરી?
સમજાય ના મુજને મુખ ફેરવે કાં જોઈ તું મને?
મૂંઝાઈ રહ્યું છે મન, થઈ ગયું છે પ્રિયે શું તને?
સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો;
વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!
*ચીમન પટેલ ‘ચમન’
(૨૦જુલાઈ૧૯૬૪/૧૫ઓગષ્ટ’૧૬)
ભ્રમણા
અમારે ક્યાં સુધી રહેવું હવે તમારી આશામાં?
ભ્રમણા તો નથી ઉભી કરી પત્રોની ભાષામાં!
અછાંદસ કાવ્ય!
Posted by chimanpatel in : અછંદ કાવ્ય , 2 commentsએક અછાંદસ કાવ્ય!
પત્ની
પિયર જાય તો
પેટનું પાણી
ના હાલે!
પણ,
કમ્પ્યુટર મારું
ના ચાલે
તો
મુડ જાય મારો મરી!
ને
સમજ્ણ કશામાં ના પડી!
*******
*ચીમન પટેલ ‘ચમન’/૧૫ઓગષ્ટ’૧૬