jump to navigation

પેચ પતંગના! January 15, 2017

Posted by chimanpatel in : અછાંદસ કાવ્ય , trackback

પેચ પતંગના!

અવકાશે
ઊડી રહ્યા રંગીન પતંગો
ગેલ કરતા
નમી પડતા
ઉડાડનારનું મન હરતા
ધાબેથી કોઇ ઢળી પડતા
પતંગ કપાતાં
થઇ જતી દોડાદોડી.
પતંગ મારો,
નીકળ્યો સારો
જોનારની આંખમાં ખૂંચે
ઊડી રહ્યો એટલે ઊંચે.
એકાએક;
ગુમાન મારું
આવ્યું શું આડુ
મંડ્યો લોટવા એ
ના’વ્યો કાબુમાં જે
પડ્યો જઇ પડોશીની પતંગ પર!
ગૂલાંટ મારી
પેચ લગાવી
ઊડી રહ્યો ગર્વથી જ્યારે
મર્મ એનો સમજાયો ત્યારે!
ઢીલ મૂકતાં દોરીની
કપાઇ પતંગ ગોરીની!
ત્યારથી;
લડાઇ ગયા છે પેચ દિલના!!
* ચીમન પટેલ “ચમન”

Comments»

1. Neetin Vyas - April 2, 2017

You have created very nice pen-picture of Kite Flying festival.

2. chimanpatel - April 2, 2017

આભાર.
આપની જાણ માટે;
આ કાવ્ય ભાવનગરમાં લખાયેલ! ઉત્તરાયના દિવસે રજા હોઈ અવકાશમાં ઉડતા પંતોગો જોઈ, અમદાવાદ નિવાસ્થે નિયંતિકાની યાદે આ કાવ્યની કલ્પના ત્યારે કરાઈ!

3. સુરેશ જાની - October 16, 2017

ઈમેલમાં વાંચેલી આ કવિતા અહીં ફરીથી માણી.
———
પતંગ

ઢઢ્ઢો જો ટટ્ટાર, ઊભો રે’,
ફસક્યો તો તે પણ ફસકે છે,
છે કમાન તો પહોળી છાતી,
ને છટકી તો નહીં કોઇનો,

જાતજાતના રંગ રૂપ છે,
નાના મોટા કંઇ માપ છે.
કોઇ પાવલો, કોઇ અડધીયો
પટાદાર વળી આંખેદાર છે,

કોઇ ઘેંસીયો, કોઇ ફૂદડીયો
કોઇ ઝીલ, કોઇ મંગેદાર છે.
હોય મોટો એ ભડભાદર તો,
કંઇ ટુક્કલને સ્હેલ દેત છે.

કન્ના બાંધો તો જ કાબુમાં,
નહીં દોર તો વહે લ્હેરમાં
ગીન્નાયો તો વજન માંગતો,
ઘવાય તો પટ્ટા માગે છે.

પવન પડે તો આવે પાછો,
ઠમકા મારે રહે હવામાં,
બીન હવામાં ગોથ મારતો,
પવન ભરાય તો ફાટી જાય છે.

ઢીલે પેચ લે, વળી ખેંચીને,
શત્રુને તે મા’ત કરે છે.
કદી પેચમાં કપાઇ જાતો
સમીર સાથ તે વહી જાય છે.

કહી વારતા ચતુર સુજાણ સૌ !
પતંગની કે મારી તમારી ?

4. Nimesh Talsaniya - July 26, 2018

Great post! Thanks for sharing this post.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.