પેચ પતંગના! January 15, 2017
Posted by chimanpatel in : અછાંદસ કાવ્ય , 4 commentsપેચ પતંગના!
અવકાશે
ઊડી રહ્યા રંગીન પતંગો
ગેલ કરતા
નમી પડતા
ઉડાડનારનું મન હરતા
ધાબેથી કોઇ ઢળી પડતા
પતંગ કપાતાં
થઇ જતી દોડાદોડી.
પતંગ મારો,
નીકળ્યો સારો
જોનારની આંખમાં ખૂંચે
ઊડી રહ્યો એટલે ઊંચે.
એકાએક;
ગુમાન મારું
આવ્યું શું આડુ
મંડ્યો લોટવા એ
ના’વ્યો કાબુમાં જે
પડ્યો જઇ પડોશીની પતંગ પર!
ગૂલાંટ મારી
પેચ લગાવી
ઊડી રહ્યો ગર્વથી જ્યારે
મર્મ એનો સમજાયો ત્યારે!
ઢીલ મૂકતાં દોરીની
કપાઇ પતંગ ગોરીની!
ત્યારથી;
લડાઇ ગયા છે પેચ દિલના!!
* ચીમન પટેલ “ચમન”