જુની અને નવી કહેવતો January 12, 2017
Posted by chimanpatel in : કહેવતો! , trackbackજુની/નવી કહેવતો
લેખકઃ ચીમન પટેલ ‘ચમન’
૧. મીયા ક્યું દુબલા,..કરે સારે ગાંવકી ફિકર/ બ્રાહ્મણ ક્યું તગડા.. ખાય સારે ગાંવકી રોટી
૨. વરને કોણ વખાણે..વરની મા/ વરને કોણ વખાણે..વરની સાસુ.
૩. પુત્રના લક્ષણ પારણામાંથી/ પુત્રના લક્ષણ પરણ્યો ત્યારથી.
૪. ચળકે એટલું સોનું નહિ! / બોલે એટલું કરી બતાવે નહિ!
૫. બહુ ડાહ્યો બહું ખરડાય./ બહુ ડાહ્યો બધાની આંખે ચડે.
૬. વાંદરો ગૂલાંટ ભૂલે નહિ./ ઉધાર માગનાર માગ્યા વગર પાછા આપે નહિ.
૭.દાણો દાબી તો જૂઓ?/ પૈસા માગી તો જૂઓ?
૮. ચોરની મા કોઠીમાં બેસી રડે./ ચોરની મા કોર્ટમાં બેસી રડે.
૯. દિવા તળે અંધારુ!/ ભણેલાને ત્યાં ભોપાળું !
૧૦. પાઘડીના વળ જાય નહિ. / જૂઠું બોલનારને કંઇ થાય નહિ.
૧૧. વૈદ્ય, વેશ્યા અને વકીલ ન રાખે કોઇની શરમ ./ વૈદ્ય, વેશ્યા અને વકીલને ત્યાં જતાં ન આવે શરમ
૧૨.વાતોના વડા થાય નહિ./ વાતોથી વોટ જરુર મેળવાય છે.
૧૩. શિયાળ તાણે સીમ ભણી ને કૂતરુ તાણે ગામ ભણી./ ડોલર તાણે અમેરિકા ભણી ને સુખ-શાન્તિ તાણે ભારત ભણી.
૧૪. રાજાને ગમી એ રાણી./ રાણીને ગમી એ રાજા.
૧૫. પેટ્માં તેલ રેડાવું./ પેટમાં બીઅર રેડાવું
૧૬. મન હોય તો માળવે જવાય./ મન હોય તો માનસરોવર જવાય
૧૭. ઢીંચણ પેટ તરફ નમે. / પેટ ઢીંચણ તરફ નમે.
૧૮. ગરજ સરી કે વૈદ્ય વેરી./ આપેલા પૈસા માગ્યા કે થયા વેરી.
૧૯. ગરજે ગધાડે ને બાપો કહે. / ગરજે ગમારને પણ બાપો કહે.
૨૦. શેઠની શિખામણ ઝાંપા સુધી./ બાપની શિખામણ (બાળકોને) બારણા સુધી.
૨૧. સુતારનું મન બાવળ તરફ. / ઉધાર માગનારનું મન તમારા પાકીટ તરફ.
૨૨. અધૂરો ઘડો છલકાય ઘણૉ. / અધૂરો જ્ઞાની માથા મારે ઘણો.
૨૩. કૂવામાં હોય તો હવાડામાં આવે, / ભણ્યો હોય તો સહિ કરતાં આવડે.
૨૪. પગ નીચે રેલો આવે ત્યારે ખબર પડે./ બાયડી બગડે ત્યારે મિત્રોને ખબર પડે.
૨૮ પારકા બૈરા પ્યારા લાગે / પારકા પુરુષો દેખાવડા લાગે.
૨૯. ઘેર ઘેર માટીના ચૂલા./ ઘેર ઘેર ગેસના ચૂલા.
૩૦ પઇની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ./ કેમ દેખાતા નથી તો કહે ‘ટાઇમ” ક્યાં મળે છે.
૩૧. મિયાં પડ્યા પણ તંગડી ઊંચી./ સ્ટોકમાં પડ્યા પણ ડોક ઊંચી.
*******************
Comments»
મજા આવી.
તમને મજા આવી તો અમે ખુશ.
તમે પૂર્વી મલકાનને?
અહિ આંટો માર્યો એ ગમ્યું.
આભાર લટાર મારતા રે’જો.
”ચમન’