મુક્તકો August 27, 2007
Posted by chimanpatel in : મુક્તકો , 1 comment so far” વિદાય
જોઈ એને મેં મંડપમાં જાતી,
આંખડી જેની આંસુમાં ના’તી,
રમી આટલા દિન જે ભવનમાં
જઈ રહી સાસરે હિબકા ખાતી.
૦ ચીમન પટેલ ‘ચમન’
૦૨/૦૯/’૬૫
” સનમ
અબોલા લઈ કૃર થઈ બેઠા,
વળી મારાથી દૂર જઈ બેઠા,
કહું કોને વિપત કથા મારી-
ચેન મારું બધુ લૂંટી લઈ બેઠા.
૦ ચીમન પટેલ ‘ચમન’
૦૨/૧૭/’૬૫
” શરાબી
રાત-દિવસ અમારો તમારામાં જીવ છે,
સમજી બેઠા યારો કે ભ્રમણામાં જીવ છે,
અમારે મન તો તું છે કંચન કે કામિની –
શરાબી આ જીવનો પ્યાલીમાં જીવ છે!
૦ ચીમન પટેલ ‘ચમન’
૦૨/૧૫/’૬૪
” વ્હેમ
સુખ સાંપડ્યું’તું સ્વર્ગનું સૂતાં સૂતાં સ્વપ્નમાં,
ઊઘડી ગઈ આંખ મારી ઘોંઘાટ થતાં ઘરમાં,
કેમ જગાડ્યો પૂછતાં પત્નીએ કીધું વ્યંગમાં
વહેમ પડ્યો’તો મને હસતા’તા તમે ઊંઘમાં !
૦ ચીમન પટેલ ‘ચમન’
૦૨/૧૫/’૬૪