jump to navigation

બે કાવ્યો-ચીમન પટેલ January 29, 2009

Posted by chimanpatel in : કાવ્યો , add a comment

71119705_eebgd7zu_2001beautifulsunbirdw

જન્મ-મરણ

દિકરો જન્મ્યો
ત્યારે,
બઘા હસ્યા
ને
એ રડ્યો !

એના
મૃત્યું ટાણે
બઘા રડ્યા
ને
એ મૂક હસ્યો-
મૂકિત માટે !!

૦ ચીમન પટેલ ‘ચમન’
૧૨/૧૮/’૯૮

**************

સ્વજનો
આજે
રડે છે
સ્વજનના
મૃત દેહ પર.
કાલ સુઘી

રડ્યો’તો
આજ
સ્વજનો ખાતર !!

૦ ચીમન પટેલ ‘ચમન’
૧૨/૧૫/’૯૮

પાંખડી કે ડાળખી? (લઘુકથા) 0 ચીમન પટેલ ‘ચમન’ January 19, 2009

Posted by chimanpatel in : Uncategorized , add a comment

ગરમીથી બચવા, યાડૅનું કામ જટપટ પતાવી હું ઘરમાં આવ્યો. ઠંડા પડવા ઠંડુ પાણી પીવા હું રસોડામાં ગયો. ઠંડા પાણીનો પહેલો ગુંટડો મે હજું ગળે ઉતાર્યો નથી ત્યાં સાંજે જમવા આવનાર મહેમાનો માટે રસોઇ કરતી પત્નીએ પૂછ્યું ‘યાડૅમાં ફરી જવાના?’
‘આજે ખૂબ ગરમી છે એટલેતો બીજા કામ પુડતા મૂકી અંદર આવી ગયો. બોલો,આપની શું સેવા કરી શકું?’

‘મીઠા લીમડાના બેએક પાંખડા લાવી આપશો?’

એમની નમ્રતા જોઇ હું ના ન પાડી શક્યો!

મીઠા લીમડાના કુંડા પાસે પહોચી, વાંકા વળતાં વિચાર આવ્યો કે પત્નીએ બે પાંખડા કે બે ડાળખાં મંગાવ્યા છે? ઘરમાં જઇ સ્પષ્ટતા કરવાનો વિચાર ઘડીભર માટે આવી ગયો, પણ પુરુષ અને એમાં પટેલની જાત કંઇ નમતું આપે ?

મૂઝવણમાં માનવીને ભગવાન જરુંર સાંભળી આવે છે !

શનીવાર હતો એટલે હનુમાનજીને યાદ કયૉ. સંજીવની માટેની એમની મૂઝવણમાં એ જેમ આખો પર્વત ઊપાડી લાવ્યા હતા એમ હું આખું કૂંડંુ ઊપાડી પત્ની પાસે પહોચી ગયો.

મને કૂંડા સાથે જોઇ આશ્વ્ચર્યમાં ડૂબી પત્ની બોલી ઊઠી, ‘આ કઢીમાં નાખવા મે તો બે પાંખડા તમારી પાસે મંગાવ્યા હતા ને તમે તો આખું કૂંડંુ ઊપાડી લાવ્યા!! બળતામાં ઘી નાખતાં એમણે ઉમેર્યુંંઃ ‘હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા !’

એમને ઠંડા પાડવા મે મારી પાંખડાની અને ડાળખાની મૂઝવણની વાત કરી.

કપાળે હાથ મૂકતાં એ બોલ્યાઃ ‘ઓ ભગવાન! લેખક થઇને પાંખડા અને ડાળખાની તમને ખબર નથી!?’

મારો ૨૦૦૯ નો સંકલ્પ 0 ચીમન પટેલ ‘ચમન’

Posted by chimanpatel in : Uncategorized , add a comment

૨૦૦૯ના પ્રથમ દિવસે અમારી બંનેની વચ્ચે અણઘાર્યો અચાનક એક એવો નિર્ણય લેવાઇ ગયો!

નવા વર્ષે વહેલા ઉઠી (ભલે બાકીના દિવસોમાં સૂર્યવંશી હોઇએ ) જવા માટે ઘાર્મિક ઘક્કો ઘણાને વાગતો હોય છે. આ કારણે આ દિવસે ઘણા વહેલા ઉઠી જાય છે, પણ શ્રીમતીજી આજે ઘાર્યા કરતાં મોડા ઉઠ્યા હતાં ! વાસ્તવમાં, આજે એમને વહેલા ઉઠવાની ખાસ જરુંર હતી કારણકે આજે એમણે કેટલાક મિત્રોને જમવા બોલાવ્યા હતા.

જેવા એમને મેં ત્રીજી વારના જગાડ્યા અને સમયનું ભાન કરાવ્યું કે એ ઝબકીને જાગતાં બોલ્યા; ‘બાપરે… સાડા નવ વાગી ગયા! મને વહેલી કેમ ન જગાડી?’
ચોર કોટવાલને દોષિત ઠરાવે એવો એમનો ટોન જોઇ હું બોલ્યો;
‘મેમ, અત્યાર સુઘીમાં મેં તમને ત્રણ વાર જગાડ્યા! પહેલી વાર સાડા સાત વાગે, બીજી વાર સાડા આઠ વાગે અને આ ત્રીજી વાર સાડા નવ વાગે!’

સવારના અમારા રોજિંદા સંવાદો પાછા આ નવા વર્ષે શરું ન થઇ જાય એ બીકે હું મારી ઓફિસ તરફ પ્રયાણ કરી ગયો.

સવારમાં ગરમ પાણીના મીઠાના કોગળા કરવાનો મારા ક્રમ પડી ગયો છે એ કારણે મારે રસોડામાં પ્રવેશ કરવો પડ્યો એમની હાજરીમાં.

મીઠાની પ્લાસ્ટીકની બરણી લેતાં, ઘણા દિવસથી ઘર કરી ગયેલી એક વાત કાઢતાં મેં શ્રીમતીજી પૂછ્યું; ‘આ પ્લાસ્ટીકની બરણી તું જે રીતે મૂકે છે એ રીતે હું પાછી નથી મૂકતો એની તને ખબર છે?’
‘હા, મને ખબર છે! હું કંઇ ડફોર નથી !?’ ઊંચા અવાજે એમણે મને પડકાર કર્યો.

અમારી આ પ્લાસ્ટીકની બરણી પર હાથની પક્કડ માટે એક ખાંચો પાડેલો છે. ડાબા હાથે પક્કડવામાં મને સરળતા રહે એટલે હું એ ખાંચો ડાબી તરફ રહે એ રીતના હું એને મૂકું છું અને શ્રીમતીજી એ ખાંચો એમની તરફ બહાર પડતાં રહે એમ એ મૂકે છે. આ અંગેની અમારી વચ્ચે આજ સુઘી કોઇ ચર્ચા થઇ નથી! કજીયાનું માં કાળુ એ કારણે જ આજ સુઘી એ વાત ચર્ચાઇ નથી !! કોણ જાણે આજે આ બેસતા વર્ષના દિવસે જ એને બહાર આવવાનું મન થયું?

‘કેમ કંઇ બોલ્યા નહિ?’ મને પડકારતાં શ્રીમતીજી બોલ્યા. ‘મારે એ વાત કાઢવી હતી, પણ ઘરકામમાં હું એ ભૂલી જતી હતી. સારું થયું કે તમે જ એ વાત આજે કાઢી.

મારી રીતે એ પ્લાસ્ટીકની મીઠાની બરણીને મૂકવાના ફાયદાએાના પાસા મેં ફેક્યા. મગજની શેતરંજ પર એ હજુ ઉભા રહી જાય એ પહેલાં જ શ્રીમતીજી તાડૂકી ઉઠ્યા!

‘રસોડું મારું છે. એમાંની ચીજો મારે જે રીતે જોઇએ એ રીતે હું ગોઠવું છું તો તમે એને શા માટે ફેરવો છો? તમારી ઓફિસમાં જઇ તમે ગોઠવેલી વસ્તુંઓને હું ફેરવી દઉ તો તમને એ ગમશે?’ એકી શ્વ્વાસે એ બોલી ગયા.

શું જોડદાર પડકારતો પ્રત્યુંત્તર મળ્યો હતો મને ! આટલા વર્ષોમાં આજે આ રીતે અને તે પણ બેસતા વર્ષના દિવસે !! એમના એક જ વાક્બાણે એમણે મને મૂર્છિત કરી દીઘો !!!

અંદરની આંખો ખોલી, હાર સ્વીકારતાં હું બોલ્યો; ‘ચાલો આજે આ બેસતા વર્ષના દિવસે હું સંકલ્પ કરું છું કે રસોડાની બાબતોમાં મારે હવેથી માથું મારવાનું બંઘ’. આટલું બોલી, ઓફિસભણી પગ ઉપાડું છું ત્યાં જ શ્રીમતીજી ઉવાચ:

‘બોલ્યા છો તો હવે પાળી પણ બતાવજો!’

મહેણાનો માર તો નરસિંહ મહેતાને પણ મળ્યો હતો તો મારા જેવાનું તો શું?

માં ફેરવી, ભારે હૈયે, હું મારી ઓફિસ તરફ પ્રયાણ કરી ગયો.

— ૦૪જાન્યું‘૦૯

સેરા પેલીનને January 4, 2009

Posted by chimanpatel in : પરચુરણ , 1 comment so far

સેરા પેલીનને

પેલીનને જોઇને યાદ આવે પટલાણી,
ખુરશીના મોહમાં ગઇ જે વટલાણી.

ભલુ થયું તૂટી ગઇ રાજકિય જંજાળ,
ફરવા જવાશે લઇને ઘરની વણજાર.

હવા અલાસ્કાની ગઇ તમને તો સદી,
રાજકિય રમતમાં પડશો ના હવે કદ્દી.

કપડાના ખર્ચનો તો પડ્યો તમને માર,
તમારા આ રૂપનો શું કાઢ્યો તમે સાર.

હારેલો જુગારી તો ભઇ બમણું જ રમે
૨૦૧૨માં પડશે મેદાને ગમે કે ન ગમે.

બાંઘેલી મૂઠી તો હતી તમારી લાખની,
બોલીને ‘ચમન’આબરું બગાડી આપની!

૦ ચીમન પટેલ ‘ચમન’
૨૮ ડિસેમ્બર’૦8

૨૦૦૮નુ સ્ટોક માર્કેટ January 3, 2009

Posted by chimanpatel in : ગઝલ , add a comment

સ્ટોક માર્કેટ-૨૦૦૮

માર્કેટ આજ કાલ ઇન્ટરનેટ પર રમીએ,
ડાઉન ડે જોઇને મહી મહી રોઇ પડીએ.

કર કસર કરીને કમાણી સૌએ તો કરી,
એવરેજ કરવા સ્ટોકની થેલી તો ભરી.

ટીપ સ્ટોકની લેવાની ભઇ હવે તો છોડો,
દોડશે નહિ મોઘવારીમાં આ ઘરનો ઘોડો !

અજાણ્યા પાણીમાં કદી ન કૂદી પડાય,
સમજ્યા વિના સ્ટોકને ન કદી ખરીદાય.

પૈસા બનાવ્યાની વાતો કરનારા ખૂબ મળે,
પૈસા ગુમાવનાર ખોળ્યા નજરે પણ ન ચડે.

ચળકે એ બઘું ના હોય ભલા ભઇ સોનું,
સ્ટોકમાં ઘર બનાવ્યાનું જાણ્યું છે કોનું ?

રાંડ્યા પછી તો ડહાપણ ભઇ સૌને આવે,
બીજાના ભાણાનો લાડું મોટો સૌને ભાવે.

હારેલો જુગારી તો ભઇ સદા બમણું રમે,
તમને ‘ચમન’પછી એ ગમે કે ન ગમે !!

૦ ચીમન પટેલ ‘ચમન’
૨૮ ડિસેમ્બર’૦૮

હાઈકુ

Posted by chimanpatel in : હાઈકુ , 1 comment so far

જૂતા પરના હાઇકુ
ચીમન પટેલ ‘ચમન’
ડિસેમ્બર‘૦૮

જોડાની વાત
અમેરિકાએ નો’તી
જાણી-તે માણી !!
******
જશને માથે
પડતા હોય જૂતા
નવાઇ શેની !!
*******
જૂતાનો માર
રુઝી જાય ઝડપે-
ગોળીનો નહિ !
*******
વાત શું કરો?
જોડાની ભઇ ! અહિ, (ભારતમાં)
નવાઇ નથી !!
********

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.