તારો ચહેરો! May 20, 2012
Posted by chimanpatel in : હાઈકુ , 3 commentsતારો ચહેરો,
અંગે અંગ છે મારા;
સ્પર્શી ન શકું!!
*ચીમન પટેલ “ચમન” (૨૦ મે’૧૨)
(“તેરા ચહેરા” ગીત આજે સાંભળતાં સાંભળતાં)
માતમાં ! May 13, 2012
Posted by chimanpatel in : કાવ્યો,Uncategorized , 6 commentsશીતળતા ચાંદની નીતરે છે માતમાં,
ઉષ્મા સૂર્યની હૂંફમાં મળે છે માતમાં.
ઊંચાઇ પર્વતોની મપાય છે માતમાં,
પાણી પાતાળના પિવાય છે માતમાં.
લંબાઇ નદીઓની દેખાય છે માતમાં,
ઊંડાઇ દરિયાની મપાય છે માતમાં.
ઉડ્ડયન પંખીઓનું મણાય છે માતમાં,
વફાદરી પશુઓની જણાય છે માતમાં.
ગગડાટ વાદળનો સંભળાય છે માતમાં,
હાલરડાનું સંગીત સમજાય છે માતમાં.
નમ્રતા નારીની પણ નીતરે છે માતમાં,
મર્દાનગી મર્દની જોવા મળે છે માતમાં.
સારા શિક્ષણની એક શાળા છે માતમાં,
બધાજ ધર્મોની એક માળા છે માતમાં.
ભોળપણ બાળકનું છલકાય છે માતમાં,
ચતુરાઈ ચાણક્યની ‘ચમન”છે માતમાં.
* ચીમન પટેલ “ચમન”
હાઇકુઃ May 4, 2012
Posted by chimanpatel in : હાઈકુ,Uncategorized , 4 commentsઊડવું મારું,
એક પાંખનું હવે;
ઊડવું રહ્યું !
* ચીમન પટેલ “ચમન” (૨૯એપ્રિલ’૧૨)
મારું રુદન
ન જોઇ શક્યા મિત્રો;
મુખ હસતું !
*ચીમન પટેલ “ચમન”(૦૩મે’૧૨)