મારો ૨૦૦૯ નો સંકલ્પ
નવા વર્ષનો મારો સંકલ્પ
0 ચીમન પટેલ ‘ચમન’
૨૦૦૯ના પ્રથમ દિવસે અમારી બંનેની વચ્ચે અણઘાર્યો અચાનક એક એવો નિર્ણય લેવાઇ ગયો!
નવા વર્ષે વહેલા ઉઠી (ભલે બાકીના દિવસોમાં સૂર્યવંશી હોઇએ ) જવા માટે ઘાર્મિક ઘક્કો ઘણાને વાગતો હોય છે. આ કારણે આ દિવસે ઘણા વહેલા ઉઠી જાય છે, પણ શ્રીમતીજી આજે ઘાર્યા કરતાં મોડા ઉઠ્યા હતાં ! વાસ્તવમાં, આજે એમને વહેલા ઉઠવાની ખાસ જરુંર હતી કારણકે આજે એમણે કેટલાક મિત્રોને જમવા બોલાવ્યા હતા.
જેવા એમને મેં ત્રીજી વારના જગાડ્યા અને સમયનું ભાન કરાવ્યું કે એ ઝબકીને જાગતાં બોલ્યા; ‘બાપર ે… સાડા નવ વાગી ગયા! મને વહેલી કેમ ન જગાડી?’
ચોર કોટવાલને દોષિત ઠરાવે એવો એમનો ટોન જોઇ હું બોલ્યો;
‘મેમ, અત્યાર સુઘીમાં મેં તમને ત્રણ વાર જગાડ્યા! પહેલી વાર સાડા સાત વાગે, બીજી વાર સાડા આઠ વાગે અને આ ત્રીજી વાર સાડા નવ વાગે!’
સવારના અમારા રોજિંદા સંવાદો પાછા આ નવા વર્ષે શરું ન થઇ જાય એ બીકે હું મારી ઓફિસ તરફ પ્રયાણ કરી ગયો.
સવારમાં ગરમ પાણીના મીઠાના કોગળા કરવાનો મારા ક્રમ પડી ગયો છે એ કારણે મારે રસોડામાં પ્રવેશ કરવો પડ્યો એમની હાજરીમાં.
મીઠાની પ્લાસ્ટીકની બરણી લેતાં, ઘણા દિવસથી ઘર કરી ગયેલી એક વાત કાઢતાં મેં શ્રીમતીજી પૂછ્યું; ‘આ પ્લાસ્ટીકની બરણી તું જે રીતે મૂકે છે એ રીતે હું પાછી નથી મૂકતો એની તને ખબર છે?’
‘હા, મને ખબર છે! હું કંઇ ડફોર નથી !?’ ઊંચા અવાજે એમણે મને પડકાર કર્યો.
અમારી આ પ્લાસ્ટીકની બરણી પર હાથની પક્કડ માટે એક ખાંચો પાડેલો છે. ડાબા હાથે પક્કડવામાં મને સરળતા રહે એટલે હું એ ખાંચો ડાબી તરફ રહે એ રીતના હું એને મૂકું છું અને શ્રીમતીજી એ ખાંચો એમની તરફ બહાર પડતાં રહે એમ એ મૂકે છે. આ અંગેની અમારી વચ્ચે આજ સુઘી કોઇ ચર્ચા થઇ નથી! કજીયાનું માંે કાળુ એ કારણે જ આજ સુઘી એ વાત ચર્ચાઇ નથી !! કોણ જાણે આજે આ બેસતા વર્ષના દિવસે જ એને બહાર આવવાનું મન થયું?
‘કેમ કંઇ બોલ્યા નહિ?’ મને પડકારતાં શ્રીમતીજી બોલ્યા. ‘મારે એ વાત કાઢવી હતી, પણ ઘરકામમાં હું એ ભૂલી જતી હતી. સારું થયું કે તમે જ એ વાત આજે કાઢી.
મારી રીતે એ પ્લાસ્ટીકની મીઠાની બરણીને મૂકવાના ફાયદાએાના પાસા મેં ફેક્યા. મગજની શેતરંજ પર એ હજુ ઉભા રહી જાય એ પહેલાં જ શ્રીમતીજી તાડૂકી ઉઠ્યા!
‘રસોડું મારું છે. એમાંની ચીજો મારે જે રીતે જોઇએ એ રીતે હું ગોઠવું છું તો તમે એને શા માટે ફેરવો છો? તમારી ઓફિસમાં જઇ તમે ગોઠવેલી વસ્તુંઓને હું ફેરવી દઉ તેા તમને એ ગમશે?’ એકી શ્વ્વાસે એ બોલી ગયા.
શું જોડદાર પડકારતો પ્રત્યુંð;ર મળ્યો હતો મને ! આટલા વર્ષોમાં આજે આ રીતે અને તે પણ બેસતા વર્ષના દિવસે !! એમના એક જ વાક્બાણે એમણે મlu મૂર્છિત કરી દીઘો !!!
અંદરની આંખો ખોલી, હાર સ્વીકારતાં હું બોલ્યો; ‘ચાલો આજે આ બેસતા વર્ષના દિવસે હું સંકલ્પ કરું છું કે રસોડાની બાબતોમાં મારે હવેથી માથું મારવાનું બંઘ’. આટલું બોલી, ઓફિસભણી પગ ઉપાડું છું ત્યાં જ શ્રીમતીજી ઉવાચ:
‘બોલ્યા છો તો હવે પાળી પણ બતાવજો!’
મહેણાનો માર તો નરસિંહ મહેતાને પણ મળ્યો હતો તો મારા જેવાનું તો શું?
મો k ફેરવી, ભારે હૈયે, હું મારી ઓફિસ તરફ પ્રયાણ કરી ગયો.
— ૦૪જાન્યું‘૦૯
Comments»
no comments yet - be the first?