થોડા હાઇકુ ૨૦૧૩ ના January 22, 2013
Posted by chimanpatel in : હાઈકુ,Uncategorized , add a commentરૂપતો ઘણું;
દિલને છેદે એવી,
નજર નથી!
· ચીમન પટેલ “ચમન” (૦૧જાન્યુ’૧૩)
બાપતો બન્યો;
માના ખોળામાં ઊંઘે-
ઘસઘસાટ !!
· ચીમન પટેલ “ચમન” (૦૧જાન્યુ’૧૩)
દિલ દુઃખથી,
ભલે ભરેલાં હોય;
મુખ હસતાં!
· ચીમન પટેલ “ચમન” (૦૩જાન્યુ’૧૩)
હેત દિલમાં
ઉભરાય છે ઘણૉ-
આંખમાં આંસું !
· ચીમન પટેલ “ચમન” (૦૩જાન્યુ’૧૩)
નવા ખ્રિસ્તી વર્ષે! January 14, 2013
Posted by chimanpatel in : અછંદ કાવ્ય , add a commentહું આજે વહેલો ઉઠી ગયો
નવા આ ખ્રિસ્તી વર્ષે!
પગરવ પાડોશીના,
અવાજ અશ્વોના,
કોલાહલ કબૂતરોના,
ચિચિયારી ચકલીઓની,
સાંભળવા ન મળી આજે!
સબરસ લઇ આવવાની ચિંતા નો’તી,
દર્શનાર્થે મંદિરે જવાની ઉતાવળ નો’તી.
ઘરમાં મારી ઘરવાળી પણ નો’તી!
હતી આ નવા ખ્રિસ્તી વર્ષની
એક, શાંત, સલોણી સવાર!
બ્રશ કરી,
સ્વસ્થ થઇ,
ઘર મંદિરના દર્શન કરી,
પ્રયાણ કર્યું રસોડા ભણી.
લાઇટ કરી,
હઠાવ્યો અંધકારને!
પડદો ખોલી,
લાવ્યો સૂર્ય પ્રકાશને!
‘સ્ટવ’ ચાલું કરી,
‘ગ્રીન ટી’, ગરમ મસાલો, ફુદીનો ને
આદુ નાખી બનાવી કડક મીઠી ચા.
ગામના મદિરેથી લાવેલ,
અડદિયા પાકથી
તોડ્યો આખી રાતનો ઉપવાસ.
મિત્રપત્નીએ આપેલ,
હાંડવો ને થેપલાં કર્યા ગરમ ‘માઇક્રોવેવ’માં.
ચાવી ચાવીને,
મુખમાં પાણી લાવીને,
કદી નહિ કરેલ આવા નાસ્તાની મજા માણતાં,
વિચાર્યું;
હવે મને,
આખુ વર્ષ,
આવું જ ખાવા મળશે!
ઓડકાર મારો સાક્ષી બની રહ્યો!!
*ચીમન પટેલ ‘ચમન” (૦૧જાન્યું’૧૩)
નવા વર્ષે ! January 5, 2013
Posted by chimanpatel in : કાવ્યો , 1 comment so farનવા વર્ષે!
(નવા વર્ષે મળેલ અંગ્રેજી સંદેશા પરથી)
આભાર માનું એમનો;
જેમણે-
સંભાળ ખૂબ તો મારી લીધી,
મૂંઝવણ મારી હટાવી દીધી.
આભાર માનું એમનો;
જેમણે-
ચિંતા કરી છે આજ સુધી મારી,
સાથ, એકલતામાં આપી ભારી.
આભાર માનું એમનો;
જેમણે-
તરછોડી મને, એવી તો ખરી સમજણ દીધી,
ગયા નથી દિવસ કોઇના સરખા, આજ સુધી.
આભાર માનું એમનો;
જેમણે-
ધીક્કાર્યો છે, મને એકલાને આજ સુધી,
મજબૂત બનવાની એમણે જ સૂઝ દીધી.
આભાર માનું એમનો;
જેમણે-
રસ, મારા જીવનમાં ઊતરી લીધો;
હું જે છું,એમણે તો બનાવી દીધો!
• ચીમન પટેલ ‘ચમન’ (૦૧જાન્યું’૧૩)