ચૂંટણી November 3, 2012
Posted by chimanpatel in : હાસ્ય લેખો,Uncategorized , add a commentચૂંટણી
લેખકઃ ચીમન પટેલ “ચમન”
ચૂંટણીના થોડાક જ દિવસ બાકી રહ્યા છે, પણ કોને વોટ આપવો એ નિર્ણય પર આવી શક્યો નથી. આમતો આટલા વર્ષોમાં મેં કદી ઉમેદવારો ને સાંભર્યા નથી, પણ આ વખતે ફ્ક્ત બે જ ઉમેદવારો હતા એટલે એમને બરોબર સાંભળ્યા અને હું નિર્ણયમાં વધું ગુચવાયો છું!
સાથે કામ કરતા અમેરિકન મિત્રોને પુછીએ તો એ માળા કંઇ કહે નહિ. ભારતીય મિત્રોને પુછવા જવામાં કંઇ સાર નથી. એટલે મારે જલ્દી નિર્ણય લેવાનો હોઇ મે વિચારી નાખ્યું.
આંખ બંધ કરી વિચારે ચડ્યો તો માર્ગ તો મને મળી ગયો!
પહેલાં થયું કે મંદિરે જાઉ ને ભગવાન આગળ નિર્ણય લઉ, ત્યાં જ તાજેતરમાં જોઇ આવેલ “OMG” મુવી યાદ આવી ગયું ને એ વિચાર પડતો મૂકવો પડ્યો!
બીજો વિચાર આવ્યોઃ એક ચાંદીનો ડોલરનો સિક્કો લઇ ‘ટોસ’ કરી ને નિર્ણય પર આવું. ત્યાં જ, જાતે બનાવેલ પિરામિડ યાદ આવી ગયો. સિક્કો પિરામિડ નીચે મુક્યો જેથી એની પર ‘મેગનેટીક’ અસર થાય અને મને સાચો જવાબ મળે. સિક્કાને ક્યાં સુધી મૂકી રાખવો એ પ્રશ્ન થતાં જ વિચાર પણ આવી ગયો. મને થયું કે એક માળા કરું ત્યાં સુધી સિક્કાને રાખવો. માળા ખોળી તો મળી તો ખરી, પણ કઇ આંગળીથી માળા કરવાની મૂઝવણ થઇ. થયું કે કોઈ મિત્રપત્નીને ફોન કરી પૂછી લઉ, પણ મારા અહમે મને રોક્યો. સારા કામમાં સો વિઘ્નો આવે એ આજે સમજાયું! ગમે તેમ, મેં એક માળા પૂરી કરીને સિક્કો ટોસ કર્યો ને મેં મારો નિર્ણય કરી લીધો.
આ બે ઉમેદવારોની ચૂંટણી દરમ્યાનના વચનોની જેમ મારો નિર્ણય ચુંટ્ણી પછી જ તમને જણાવીશ.
*****************************************