મનીષા December 25, 2013
Posted by chimanpatel in : કાવ્યો,Uncategorized , trackbackટહુકાર કો, પારેવા, પપૈયા, મયૂરના,
જગાડી જાય સ્પંદનો પોઢેલ ઉરના.
વરસી રહી ઘરા પર, ઘરા વર્ષા તણી,
નવરાવી મૂકી સ્વજન પોતાનું ગણી.
ચેતના આવી ધરતીમાં, હતી જે સુપ્ત,
મ્હેંકી ઉઠી માટી થઇ જતાં એ તૃપ્ત.
જોડું પારેવાનું કો’ બેઠું લપાઇ ડાળે,
માત બાળની લે, સંભાળ જઇ માળે.
આવી ઉભી બારણે, વિહવળ બની પ્રિયા,
વાટ જોતી પ્રિતમની મૂકીને બધી ક્રિયા.
સૃષ્ટિ સ્નેહમાં આજ તો ડૂબી ગઇ સારી.
ન થઇ મનીષા પુરી, આજ સુધી મારી!
***********
ચીમન પટેલ ‘ચમન’ (૭ ઓગષ્ટ ’૬૪)
Comments»
ઉરની ઊર્મિઓને , મીઠડા કલરવનો કોલ દઈ, ધીરે ધીરે સંવેદનાઓને આપે વરસતી કરી દીધી.શ્રી ચીમનભાઈની ઝંકૃત કરતી મીઠી રચના.
રમેશ પટેલ(આકાશદીપ)
રમેશભાઇ(આકાશદીપ),
શબ્દોની સુંદર સજાવટ ભર્યો પ્રત્યુત્તર નાતાલની અમુલ્ય ભેટ બની ગઇ.
આભાર સહિત,
‘ચમન’
સુંદર શબ્દોમાં કરી તમે વાતો સ્નેહની,
છતાં, ના થઈ પુરી મનીષા ચમનની,
ચાલો, ૨૦૧૩ પુરૂ, ૨૦૧૪ શરૂ થશે,
ચમનની અધુરી આશાઓ હવે પુરી હશે !
“હેપી ન્યુ ઈઅર” તમોને ‘ને હ્યુસ્ટનના સૌને,
જરા મારા વતી એવું કહેશો ત્યાં સૌને !
>>>ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar !
Hope to see you soon on my Blog !
See you before the NEW YEAR begins !
કવિતાનો જવાબ કવિતામાં!
ક્યા બાત હૈ!
તમને પણ નવા વર્ષની શુભેચ્છા.
‘ચમન’
ચિમનભાઇ,
બહુ સરસ રચના. એ સમયના ઉમદા સાહિત્યકારોની અસર નીચે લખાયેલ રચના, જુદી તરી આવે છે.
સરયૂ
આપના સરસ પ્રતિભાવ માટે આભાર.