મનીષા December 25, 2013
Posted by chimanpatel in : કાવ્યો,Uncategorized , 6 commentsટહુકાર કો, પારેવા, પપૈયા, મયૂરના,
જગાડી જાય સ્પંદનો પોઢેલ ઉરના.
વરસી રહી ઘરા પર, ઘરા વર્ષા તણી,
નવરાવી મૂકી સ્વજન પોતાનું ગણી.
ચેતના આવી ધરતીમાં, હતી જે સુપ્ત,
મ્હેંકી ઉઠી માટી થઇ જતાં એ તૃપ્ત.
જોડું પારેવાનું કો’ બેઠું લપાઇ ડાળે,
માત બાળની લે, સંભાળ જઇ માળે.
આવી ઉભી બારણે, વિહવળ બની પ્રિયા,
વાટ જોતી પ્રિતમની મૂકીને બધી ક્રિયા.
સૃષ્ટિ સ્નેહમાં આજ તો ડૂબી ગઇ સારી.
ન થઇ મનીષા પુરી, આજ સુધી મારી!
***********
ચીમન પટેલ ‘ચમન’ (૭ ઓગષ્ટ ’૬૪)