jump to navigation

વર્લ્ડ સેન્ટર January 14, 2008

Posted by chimanpatel in : Uncategorized , add a comment

‘વર્લ્ડ સેન્ટર’ના
વેર વિખેર ને,
ર્નિ્દોષ લોકોના
લોહીથી ખરડાયેલ,
લોખંડને ઓગાળી
અમેરીકાએ
એક આઘુનિક
લડાયક જહાજ બનાવ્યું
કે જે,
આતંકવાદીઓ સામે
લડતું રહી
લોકશાહીને
આ જીવન જીવિત રાખશે.
ત્યારે;
એ મૃત આત્માઓને
ચિંરજીવ શાંતિ મળશે.

ચીમન પટેલ ‘ચમન’
૧૨ જાન્યું ’૦૮

કંકોતરી

Posted by chimanpatel in : Uncategorized , 1 comment so far

kankotri.jpg

*****નારી ગણાય નમઃ *****

શ્રીમાન/શ્રીમતીઃ ગુર્જર આર્યપુત્રો ને દેવીઓને

નારી ગણાય નમઃ છે ત્યાં ભગવાનનું નામ આમ આવવું જોઈએ. પણ,અમારા ઘરમાં ઘર્મસંકટ ઊભું થતાં અમે એમ કરી શકયા નથી. હું પોતે શિવનો પૂજારી છું. શ્રીમતીજી માતાજીમાં માને છે અને બાળકો બજરંગબલીમાં ! ભગવાનનું નામ લખવાથી ભગવાનની કૃપા ઊતરી આવશે એવું આ દેશમાં રહીને ભણેલા માણસે માની લેવું યોગ્ય તેા નથી. જો કોઈની કન્યા લગ્નમાં મેળવવી હોય તેા એ નારીઓની કૃપા અને સહકાર વગર શક્ય નથી. લગ્નમાં પુરુષો ન દેખાય તેા ચાલે. પણ, નારીગણની ગેરહાજરી પોસાય નહિ ! લગ્નમાં નારીઓનું હલન ચલન, રંગ-બેરંગી ભારે સાડીઓના રંગની રેલમછેલ, સોના જેવા દેખાતા પણ સસ્તા ઘરેણાઓ ઘરમાં હોય એટલા એકી સાથે શરીર પર શોભશે કે નહિ નો વિચાર કર્યા વગર પહેરેલા હોય. કાગડા કંઠે ( પુરુષનો કોયલ કંઠ અને નારીઓનો કાગડા કંઠ મુવી વાળાઓને આજ કાલ વઘારે ગમે છે) માંડ માંડ ગવાતા લગ્નના ગીતો લગ્નસ્થળને ભલે ન ગજાવી મૂકે, પણ એ બઘાને ગમે છે. એટલે જ, આ વખતે ભગવાનને વેકેશન આપ્યું છે. નારીગણને યાદ કરીને નવો ચીલો પાડ્યો છે. (more…)

પેચ પતંગના December 30, 2007

Posted by chimanpatel in : Uncategorized , add a comment

kite_01.jpg

 

અવકાશે

ઊડી રહ્યા રંગીન પતંગો

ગેલ  કરતા

નમી પડતા

ઉડાડનારનું  મન  હરતા

ઘાબેથી કોઈ ઢળી પડતા

પતંગ કપાતાં

થઈ જતી દોડા દોડી.

 

પતંગ મારો

નીકળ્યો સારો

જોનારની આંખમાં ખૂંચે

ઊડી રહ્યો એટલો  ઊંચે.

 

એકાએક;

ગુમાન મારું

આવ્યું શું આડુ?

મંડ્યો  લોટવા 

નાવ્યો  કાબૂમાં જે

પડ્યો જઈ પડોશીની પતંગ પર!

 

ગૂલાંટ મારી

પેચ લગાવી

ઊડી રહ્યો ગર્વથી  જ્યારે

મર્મ એનો સમજાયો ત્યારે!

 

ઢીલ  મૂકતાં   દોરીની

કપાઈ પતંગ ગોરીની!

ત્યારથી;

લડાઈ ગયા છે પેચ દિલના !!

 ૦ ચીમન પટેલ ચમન

ચૂંટણીના ચણા December 29, 2007

Posted by chimanpatel in : Uncategorized , add a comment

ભારતની ચૂંટણીના સૌને મીઠા લાગેરે ચણા,
ખાવા માટે જ ભેગા થાય ચૌટે ને ચોરે ઘણા.

વોટ લેવા વાતો કરે ઉમેદવારો આવીને સારી,
સગાઈ રાખે નહિ ચૂંટાયા પછી તારી ને મારી.

પાટલી પારટિની બદલતાં વાર જ લાગે નહિ,
મેવા ખાવામાં સેવાનો સમય કોને મળે અહિ !

ચૂંટણીમાં ‘મુવી સ્ટારો’ હવે તો ઘણા કૂદી પડે,
પ્રચાર માટે પરદેશમાંથી પણ થોડા આવી ચડે.

પૈસા લઈ પાર્ટીઓના ગાય સરઘસમાં ગાણા,
ગામના ગવારો પણ થઈ જાય ચૂંટણીમાં શાણા.

ઓળખી કેમ શકે જનતા પહેરે એવા તો વાઘા,
મહીં મહીં જે મરી પડે મૂકીને સિદ્વાન્તો આઘા.

લોઢું ને લવારનો જે દેશમાં મેળ ન કદી પડે,
મુંઝવી મારેલાને મારગ ‘ચમન’ ક્યાંથી જડે?

૦ ચીમન પટેલ ‘ચમન’

દિલ December 28, 2007

Posted by chimanpatel in : Uncategorized , add a comment

દિલ કેવું છે ?
પરણ્યા પહેલાં-
એની રાહ જોવામાં
દર્દ દિલનું વધી જતું’તું!

પરણ્યા પછી-
એની રાહ જોવામાં
દર્દ દિલનું વધી જતું નથી!!

ચીમન પટેલ ‘ચમન’

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.