jump to navigation

અછાંદસ કાવ્ય! August 15, 2016

Posted by chimanpatel in : અછંદ કાવ્ય , 2 comments

એક અછાંદસ કાવ્ય!

પત્ની
પિયર જાય તો
પેટનું પાણી
ના હાલે!
પણ,
કમ્પ્યુટર મારું
ના ચાલે
તો
મુડ જાય મારો મરી!
ને
સમજ્ણ કશામાં ના પડી!
*******

*ચીમન પટેલ ‘ચમન’/૧૫ઓગષ્ટ’૧૬

ઉપવાસો! May 15, 2016

Posted by chimanpatel in : અછંદ કાવ્ય , add a comment

ઉપવાસો!

ઘરની નાર
અગિયારસો કરે,
ભૂખ્યા રાખી
ઘરના
ઘરડાઓને!

*ચીમન પટેલ ‘ચમન’ (૧૪મે’૧૬)

ટોડલે તોરણ!

Posted by chimanpatel in : અછંદ કાવ્ય , add a comment

ટોડલે તોરણ!

તોરણ
બાંધ્યું ટોડલે!
‘ભલે પધાર્યા’નું!
ભૂલથી
જો
ગયા અંદર;
તો
માલકણનું
મોં
ચડી જાય છે!

*ચીમન પટેલ ‘ચમન’ (૧૪મે’૧૬)

તાપ!

Posted by chimanpatel in : અછંદ કાવ્ય , 1 comment so far

તાપ!

ધરતી જ્યારે
ખૂબ તપી જાય;
ત્યારે,
વાદળો ભેગા થઈ
સારે આંસું!

*ચીમન પટેલ ‘ચમન’ (૧૪મે’૧૬)

કે’તીતી! August 9, 2015

Posted by chimanpatel in : અછંદ કાવ્ય , add a comment

કે’તીતી!
(અછંદાસ કાવ્ય)

વાતવાતમાં
કોઈક વાર

મને
કે’તીતી;
ભગવાન
મને
તમારી પહેલાં
બોલાવી લે!
વિધૂર અવસ્થામાં
આજે

સમજાય છે;
કેમ એ
આવું
કે’તીતી!

ચીમન પટેલ ‘ચમન’(૧૭જુલાઈ’૧૫)

મહાપ્રસાદ December 2, 2014

Posted by chimanpatel in : અછંદ કાવ્ય , 3 comments

મળ્યો
મને આજે મહાપ્રસાદ!
ભગવાનને ધરાવેલો;
એક
મિત્રપત્ની પાસેથી.
મૂક્યો મોઢામાં મેં ને
એમણે પૂછ્યું !
સ્વાદમાં તો છે ને બરોબર?
મેં કહ્યું;
અમે પુરુષો તો
ખાઈ જ જાણીએ!
સ્વાદની સમજણ
તમારા જેવી નહીં!
મેં પૂછ્યું,
તમે તો ચાખ્યો જ હશે ને,
ભગવાનને ઘરાવતાં પહેલાં?
ન ચખાય?
ચમકતી આંખે એ બોલ્યા!
મેં કહ્યું;
તો
ભગવાનને
ગમ્યો કે નહીંની
કેમ ખબર પડે?
એ ચુપ હતા!
હું
વિચારતો’તો-
શબરીએ તો,
ચાખી ચાખીને બોર
ભગવાનને પ્રેમથી ખવડાવ્યા હતા!
ને
ભગવાને પણ
ખાધા બઘા પ્રેમથી!!
*ચીમન પટેલ “ચમન” (૧૧-૧૧-૧૪)

નવા ખ્રિસ્તી વર્ષે! January 14, 2013

Posted by chimanpatel in : અછંદ કાવ્ય , add a comment

હું આજે વહેલો ઉઠી ગયો
નવા આ ખ્રિસ્તી વર્ષે!
પગરવ પાડોશીના,
અવાજ અશ્વોના,
કોલાહલ કબૂતરોના,
ચિચિયારી ચકલીઓની,
સાંભળવા ન મળી આજે!
સબરસ લઇ આવવાની ચિંતા નો’તી,
દર્શનાર્થે મંદિરે જવાની ઉતાવળ નો’તી.
ઘરમાં મારી ઘરવાળી પણ નો’તી!
હતી આ નવા ખ્રિસ્તી વર્ષની
એક, શાંત, સલોણી સવાર!
બ્રશ કરી,
સ્વસ્થ થઇ,
ઘર મંદિરના દર્શન કરી,
પ્રયાણ કર્યું રસોડા ભણી.
લાઇટ કરી,
હઠાવ્યો અંધકારને!
પડદો ખોલી,
લાવ્યો સૂર્ય પ્રકાશને!
‘સ્ટવ’ ચાલું કરી,
‘ગ્રીન ટી’, ગરમ મસાલો, ફુદીનો ને
આદુ નાખી બનાવી કડક મીઠી ચા.
ગામના મદિરેથી લાવેલ,
અડદિયા પાકથી
તોડ્યો આખી રાતનો ઉપવાસ.
મિત્રપત્નીએ આપેલ,
હાંડવો ને થેપલાં કર્યા ગરમ ‘માઇક્રોવેવ’માં.
ચાવી ચાવીને,
મુખમાં પાણી લાવીને,
કદી નહિ કરેલ આવા નાસ્તાની મજા માણતાં,
વિચાર્યું;
હવે મને,
આખુ વર્ષ,
આવું જ ખાવા મળશે!
ઓડકાર મારો સાક્ષી બની રહ્યો!!

*ચીમન પટેલ ‘ચમન” (૦૧જાન્યું’૧૩)

દિલ પૂછે છે મારું… November 22, 2012

Posted by chimanpatel in : અછંદ કાવ્ય,Uncategorized , 1 comment so far

(“…નજર નાખ સામે કબર દેખાય છે” લેખકઃ અનજાણ…વાંચ્યા પછી,,)

દિલ પૂછે છે મારું
ભલા તું કેમ છેતરાય છે?
આંખ તો જરા ખૂલ્લી રાખ,
મામા શકુનીઓ દેખાય છે?

ના વર્તુણુંક સહેવાય છે,
ના કોઇને કંઇ કહેવાય છે,
કથા હોય કે પછી ઘરનું વાસ્તુ,
ઉભા ઉભા તો ઉજવાય છે!

આ બધુ તો ઠીક છે ભલા,
પણ હદ તો ત્યાં થાય છે-
આપણા અવસરમાં કદી
ન કોઇ સમયસર આવી જાય છે!
દિલ પુછે છે મારું,
ભલા તું કેમ છેતરાય છે?

પગાર તો સૌ લઇ આવે છે સારો
પોતાને માટે ક્યાં કંઇ ખર્ચાય છે.
સેલમાં ના જોઇતું ઉપાડી લાવે,
એ ઘરવાળીને ક્યાં કંઇ કહેવાય છે?

વસ્તી દેશીઓની વધી તો ગઇ,
પણ કોઇના ઘેર ક્યાં જવાય છે.
રસ્તે મળી તો હાય હલ્લો કરીને
મિત્રતા તો જાળવી રખાય છે.
દિલ પુછે છે મારું,
ભલા તું કેમ છેતરાય છે?
* ચીમન પટેલ ‘ચમન’

એ આંખો !! August 25, 2012

Posted by chimanpatel in : અછંદ કાવ્ય,Uncategorized , 5 comments

ધર્મપત્નીના
અવસાન પછી
હું એકલો પડી ગયો.

સંતોને સાંભળવાનો,
નાટકો કે ‘મુવી’ જોવાનો
કે કોઇને ત્યાં જમવા જવાનો
રસ સૂકાઇ ગયો!

બહાર ગામથી,
એક સમ દુઃખીયારી,
મિત્રપત્નીનું આગમન થયું.

ગામના એક મોટા મંદિરે
એમને લઇ ગયો.

મુર્તિપર મંડાયેલી
સર્વત્ર આંખો ફરી
અમારી તરફ!

એ સર્વ આંખોમાં
આશ્ચર્ય અને પ્રશ્નાર્થ
ડોકાઇ રહ્યા મને!

*ચીમન પટેલ “ચમન”
(૩૦જુલાઇ’૧૨)

અસ્થિર મન ! March 16, 2012

Posted by chimanpatel in : અછંદ કાવ્ય , 12 comments

આજ,
સવારથી જ બેચેની-
મન પર સવાર થઇ બેઠી છે!
ચિત્ત;
ચોટતું નથી કશામાં,
તન તૂટી રહ્યું નશામાં,
બોટલ તો ખાલી થઇ,
આવીને એ ચાલી ગઇ!
તૄષા;
મારી હજી છીપાઇ નથી!!

ચીમન પટેલ “ચમન”

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.