jump to navigation

એ આંખો !! August 25, 2012

Posted by chimanpatel in : અછંદ કાવ્ય,Uncategorized , trackback

ધર્મપત્નીના
અવસાન પછી
હું એકલો પડી ગયો.

સંતોને સાંભળવાનો,
નાટકો કે ‘મુવી’ જોવાનો
કે કોઇને ત્યાં જમવા જવાનો
રસ સૂકાઇ ગયો!

બહાર ગામથી,
એક સમ દુઃખીયારી,
મિત્રપત્નીનું આગમન થયું.

ગામના એક મોટા મંદિરે
એમને લઇ ગયો.

મુર્તિપર મંડાયેલી
સર્વત્ર આંખો ફરી
અમારી તરફ!

એ સર્વ આંખોમાં
આશ્ચર્ય અને પ્રશ્નાર્થ
ડોકાઇ રહ્યા મને!

*ચીમન પટેલ “ચમન”
(૩૦જુલાઇ’૧૨)

Comments»

1. Navin Banker - August 26, 2012

Shri Ram…Shri Ram….

Navin Banker

2. chiman Patel - August 26, 2012

હરિ બોલ! હરિ બોલ!! યા તો ફરિ બોલ !!!
‘ચમન’

3. Raksha - August 28, 2012

સમ દુખીયારાનો વિચાર આવતા દુખ થોડુ હળવુ થાય તો પ્રભુને આશ્ચ્રય તો થાયજને!

4. Raksha - August 28, 2012

સોરી! ફરીથી વાચતા વધારે સમજાયુ! આખો ભગવાનની નહિ પણ લોકોની હતી!

5. jjugalkishor - September 4, 2012

સરસ રચના ! ધન્યવાદ ને આભાર.

‘સર્વત્ર’ શબ્દ તપાસશો ? સર્વને બદલે તો નથી છપાઈ ગયું ને ?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.