એ આંખો !! August 25, 2012
Posted by chimanpatel in : અછંદ કાવ્ય,Uncategorized , 5 commentsધર્મપત્નીના
અવસાન પછી
હું એકલો પડી ગયો.
સંતોને સાંભળવાનો,
નાટકો કે ‘મુવી’ જોવાનો
કે કોઇને ત્યાં જમવા જવાનો
રસ સૂકાઇ ગયો!
બહાર ગામથી,
એક સમ દુઃખીયારી,
મિત્રપત્નીનું આગમન થયું.
ગામના એક મોટા મંદિરે
એમને લઇ ગયો.
મુર્તિપર મંડાયેલી
સર્વત્ર આંખો ફરી
અમારી તરફ!
એ સર્વ આંખોમાં
આશ્ચર્ય અને પ્રશ્નાર્થ
ડોકાઇ રહ્યા મને!
*ચીમન પટેલ “ચમન”
(૩૦જુલાઇ’૧૨)