કાર્ટૂન December 11, 2012
Posted by chimanpatel in : Uncategorized , add a commentચૂંટણીના ચણા
Posted by chimanpatel in : કાવ્યો,Uncategorized , add a commentભારતની ચૂંટણીના સોને મીઠા લાગે ચણા,
ખાવા માટે જ ભેગા થાય ચૌટે ને ચોરે ઘણા.
વોટ લેવા વાતો કરે ઉમેદવારો આવીને સારી,
સગાઇ રાખે નહિ ચૂંટાયા પછી તારી ને મારી.
પાટલી પાર્ટીની બદલતાં વાર જ લાગે નહિ,
મેવા ખાવામાં સેવાનો સમય મળે કોને અહિ?
‘મુવી સ્ટારો’ ચૂંટણીમાં હવેતો ઘણા કુદી પડે,
પ્રચાર માટે પરદેશમાંથી પણ થોડા આવી ચડે!
પૈસા લઇ પાર્ટીઓના ગાય સરઘસમાં ગાણા,
ગામના ગવારો પણ થઇ જાય ચૂંટણીમાં શાણા.
ઓળખી કેમ શકે જનતા પહેરે એવાતો વાઘા,
મહીં મહીં જે મરી પડે મૂકીને સિદ્ધાન્તો આઘા.
લોઢું ને લવારનો જે દેશમાં મેળ કદી ન પડે,
મૂંઝવી મારેલાને મારગ ‘ચમન’ ક્યોંથી જડૅ?
* ચીમન પટેલ “ચમન”