મે દિલ દીધું ના હોત! January 21, 2012
Posted by chimanpatel in : કાવ્યો,હાસ્ય લેખો , trackback
મેં દિલ દીધું ના હોત!
તું પ્રિયે, મળી ના હોત!
પાંપણના પલકારે મન વશ થયું ના હોત,
તું પ્રિયે, મળી ના હોત!
ઉરના અન્ઘકારને ટાર્યો સ્નેહ જ્યોતથી તારા,
ઝીલી લીધા પાલવમાં દુ;ખ છલકાયા મારા.
જીવન અર્પ્યું ના હોત,
તું પ્રિયે, મળી ના હોત!
ગાજી ઉઠ્યું ઘર મારું કંકણના રણકારથી,
ફૂલ ખીલ્યા ઉપવનમાં તારા સહકારથી.
બહાર ખિલી ના હોત!
તું પ્રિયે, મળી ના હોત!
• ચીમન પટેલ “ચમન” ૧૯/મેં/’૬૫ (ભાવનગર)
Comments»
no comments yet - be the first?