ઉકળાટ January 21, 2012
Posted by chimanpatel in : કાવ્યો , trackbackક્યાંય આછોય વર્ષાનો ભાર નથી,
એ વાતનો સહુ દિલમાં ઉચાટ છે.
ઋતુનો ન જણાય ક્યાંય રે અણસાર,
ને ગગનમાં ન વાદળનો ગગડાટ છે!
કોના પાપે રે વરસે ન આજ વાદળી,
અનિલની લે’રીએ ખેંચાઇ જે જાય છે.
પશું, પક્ષી ને ધરતીની વેદના,
જોઇનેય નવ એને કંઇ થાય છે!
વેદના વધારીનેય એ તો વરસી ગયો;
ઉકળાટ ઉરનો મારો ઉરમાં જ રહી ગયો !!
૦ ચીમન પટેલ ‘ચમન’
૧૧-૭-‘૬૫
(‘સૌરાષ્ટ સમાચાર’ ના ૨૦/૭/૬૫ ના અંક્માં પ્રગટ)
Comments»
no comments yet - be the first?