પ્રિતના પાણી- ચીમન પટેલ ‘ચમન’ July 18, 2011
Posted by chimanpatel in : ટુંકી વાર્તા,Uncategorized , 1 comment so farપ્રિતના પાણી ચીમન પટેલ ‘ચમન’
‘પિયા આ…જા…સાવન આયા….’
રેડિયા પરથી મઘુર સંગીત દિવાનખાનામાં રેલાઈ રહ્ય્યું હતું. છત પરનો પંખો ગરમી સામે યુદ્ધે ચઢી જોર જોરથી ફરી રહ્ય્યો હતો.
અનુજા દિવાનખાનામાં આમતેમ આંટા મારી રહી હતી. ઘડી ઘડી એની નજર રસ્તા પર જતી હતી. નિરાશ હતી અને એની નિરાશા વઘતી જતી હતી. ભયથી મુખ પર ઉતરી આવતા પરસેવા પર પંખાની કેાઈ અસર વરતાતી ન હતી.
કંદર્પને આજે ઓફિસેથી ઘેર આવતાં રોજ કરતાં વઘારે મોડું થયું હતું. અનુજાના ચંિતાતુર સ્વભાવને સમજ્યા પછી કંદર્પ ઓફિસથી ઘેર આવવામાં નિયમિત બન્યો હતો. ઓફિસથી મોડું થવાનું હોય તેા અનુજાને અગાઉથી ફોન કરી જણાવવાનું એ ચૂકતો નહિ.
અનુજાને કામમાં સૂજ પડતી નો’તી. ઘરમાં એ આઘી પાછી થતી હતી અને વારંવાર બારણા પાસે કે બારી વાટે રસ્તા પર નજર નાખી લેતી હતી.ઓફિસે અને કંદર્પ સાથે કામ કરતા એક-બે મિત્રોને પણ એણે ફોન કરી જોયા.
‘મિટંિગમાં હોય અને ફોન કરવાનું તેા એ ભૂલીતો નહિ ગયા હોયને?’ અનુજા વિચારોના વાયરે ચડી; ‘ફ્રીવે પર ટા્રફીકમાં ફસાઈ ગયા હશે?..કારતો બગડી નહિ હોય ને?..કે પછી એમને અકસ્માત તેા નડ્યો નહિ હોય ને ?!’
અકસ્માતનો વિચાર આવતાંની સાથે એના ગાત્રો ગભરાટથી ઢીલા પડવા લાગ્યાં. શંકા-આશંકાના સાણસામાં એ ભીંસાવા લાગી.
‘ભલે કારને જે થવું હોય તે થાય, પણ એમનો વાંકો વાર ન થાય તેવું કરજે મા!’ અને એ સાથે અનુજાએ મનોમન માતાજીના પાંચ દીવા, એક નાળિયેર અને સવા પાંચ ડોલરની બાઘા પણ માની લીઘી.
‘એમના સ્વભાવ આગળ મારો સ્વભાવ તેા કંઈ જ નથી!’ અનુજા પાછી વિચારે ચડી. ‘હું મૂઈ ઘણી વખત એમની પર ગરમ થઈ જાઉ છું કારણ વગર, પણ એ કદી મારી પર ગરમ થયા નથી. સવારે ઓફિસે જાય તેા પણ મને જગાડે નહિ; એ જાણીને કે મારી ઊંઘ ન બગડે અને મને આરામ મળે. ખાવા-પીવાની બાબતમાં કોઈ તકરાર નહિ. હું જે બનાવું એ હસતા મોંએ ખાઈ લે. હું કો’કવાર ઉદાસ હોઉ તેા મારી પાસે બેસી ઉરની વાત કઢાવીને જ જંપે. મારા મનને બહેલાવવા બહાર લઈ જાય. મારો જન્મદિન ભૂલ્યા વગર દરેક વખતે નવી નવી ભેટો લઈ આવે.’
પછીતો કેવા સંજોગોમાં બંને મળ્યા. સમાજ અને સગાઓ સામે કેવી રીતે ઝઝૂમ્યા. એક બીજાને મેળવવા કેવી ને કેટલી રાહ જોઈ વગેરે વગેરેના વિચારોમાં એ ઊંડી ઉતરી ગઈ!
કંદર્પ બારણું ખોલી ઘરમાં આવ્યો.
સોફા પર વિચારોમાં મગ્ન થઈ બેઠેલી અનુજાની નજીક એ ગયો. નીચા નમી એણે અનુજાનું નાકનું ટેરવુ ઘીમેથી હલાવ્યું. અનુજાની વિચારમાળા તૂટી. કંદર્પ સામે જ ઉભો છે એનું એને ભાન થયું. એ ઊભી થઈ ગઈ. કંદર્પને જોરથી ભેટી પડતાં બોલી; ‘કેમ આટલું બઘુ મોડું કર્યું ?’
‘કેમ ! મે તને ગઈ કાલે તેા વાત કરેલી કે ઓફિસેથી છૂટી હું આપણા મકાન માટેની જમીન જોવા જવાનો છું’. સ્પષ્ટતા કરતાં કંદર્પે કહ્ય્યું.
કંદર્પને આગળ બોલતો અટકાવવા એણે એના ઓષ્ઠ કંદર્પના ઓષ્ઠ સાથે બીડી દીઘા !
બંનેના ઉરની ઉષ્મા પર પંખો સંતોષની શીતળતા ઢાળી રહ્ય્યો !