બાગબાન કા બસેરા * ચીમન પટેલ ‘ચમન’ February 15, 2008
Posted by chimanpatel in : Uncategorized , add a commentદીકરાની વાતને ચંદ્રકાન્ત આ વખતે ટાળી ન શક્યો !
દીકરાએ પણ કેવી વાત કરીઃ ‘‘ડેડી,હું જાણું છું કે તમે સ્વાવલંબી જીવન જીવવા માગો છો, પણ મારી બાના મૃત્યુ પછી તમે એકલા પડી ગયા છો. જ્યારે હું આ જ શહેરમાં ઘર લઈને રહેતો હોઉ તો તમને આ સ્થિતિમાં એપાર્ટમેન્ટમાં એકલા રહેવા કેમ દેવાય! તમે અમારા ભાવિ માટે હિંમત કરી અમેરિકા આવ્યા. અમને સારું શિક્ષણ આપ્યું. અભ્યાસના વર્ષોમાં રજાઓમાં અમને નોકરી પણ ન કરવા દીઘી કે જેથી અમે અભ્યાસમાં પાછા ન પડી જઈએ. અમારી નાની-મોટી માગણીઓને તમે પૂરી પાડી. આજે એ ઋણ અદા કરવાની અમને તક મળી છે ત્યારે એ અમે કેમ જતી કરીએ!’’ (more…)
વેલેન્ટાઇન
Posted by chimanpatel in : Uncategorized , add a commentવેલેન્ટાઇન આવે વર્ષે એક વાર,
ગોપીઓએ ઉજવ્યો બારે બાર માસ!
૦ ચીમન પટેલ ‘ચમન’
૧૪ફેબુ’૦૮