jump to navigation

શોર્ટ કટ July 6, 2014

Posted by chimanpatel in : હાસ્ય લેખો , 6 comments

લેખકઃ ચીમન પટેલ “ચમન’

સમયની મારામારીમાં ‘શોર્ટ કટ’ લેવાનું કોઇને શિખવવું પડતું નથી. આપમેળૅ, અનુભવો મેળવી, પોતાની સગવડતા-અગવડતા જોઇ શીખી જવાય છે આપોઆપ! ભલે એ ‘શોર્ટકટ’થી બીજાને મુસીબતોમાં મૂકી દેતા હોઇએ!
ગામના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં એમના એક પુખ્ત ઉંમરના વડીલનું કુદરતીય રીતે મ્રુત્યું થતાં એમની પાછળ બેસણું ‘કમ’ ભજનો રાખ્યા અંગેની માહિતી ભરી ઇ-મેલ મળી. આવનારને કોઇ પણ પ્રકારની અગવડ ન પડે અને સૌ સમયસર પહોંચી જાય એનો સુંદર વિચાર કરી, શહેરની બધી દિશાઓ તરફ્થી આવવાના માર્ગોની અને ઘરના સંકળાયેલ સહુંના સેલ ફોનના નંબરો મૂકી, આવનારને સુંદર સુવિધા કરી આપી હતી. આ આખા લખાણને લખતાં અને સામા વાળાનો વિચાર કરવામાં ઈ-મેલ ખૂબ લંબાઈ ગઈ હતી એવું વાંચનારને થાય.
મને તો આ ઈ-મેલ અને લખનાર વ્યક્તિ ગમી ગઈ.
છેલ્લે, આભાર વ્યક્ત કરી, પોતાના નામનું સવિસ્તાર સુચન કરી, જેથી વાંચનાર કોઈ નામમાં ગોથું ન ખાઈ જાય! ઈ-મેલના અંતમાં ત્રણ અક્ષરો “JSK” લખ્યા હતા એની મને સમજ ન પડી!! એક મિત્રને ફોન કરી પૂછ્યું તો પ્રથમ એ હસ્યો અને કહ્યું; ‘તમે લેખક થઈ ને આ ન સમજ્યા?!’
‘અરે ભઈ, સમજ્યો હોત તો તને સવારના પહોરમાં ફોન શું કરવા કરત?
મને જ્યારે મિત્રે સમજાવ્યું કે ‘જય શ્રી ક્રિષ્ણનું’ આ સગવડીયું સમય બચાવવારુ ‘નીક નેમ’ એમના સગવડીયા ભક્તો/ભકતાણીઓ એ પાડ્યું છે. અને એકે પહેલ કરી એટલે બીજા એ પણ કરી! કેટલાક ભગવાનના આવા ટૂંકા નામો હવે આ ઇ-મેલ પર લખાવવા પણ શરું થઈ ગયા છે! અહીં એનું લીસ્ટ મુકવા જેવું જ્ઞાન મારી પાસે નથી, નહિતર, તમારી જાણ માટે મૂકત.
આ સમજાયા પછી હું ભગવાન ક્રિષ્ણ પાસે પહોચી ગયો અને કહ્યું; “પ્રભુ, તમે મને હમણાં હમણાં ફરિયાદ કરો છો કે તમારા ભક્તોની સંખ્યા આજકાલ ઓછી થઈ રહી છે કારણ કે એમને સમયની તાણ છે; નાણાની નથી!”
“વત્સ, આમ અવળી વાણી કેમ બોલે છે? તું શું કહેવા માગે છે એ જરા સરળ શબ્દોમાં સમજાવીશ?”
“પ્રભુ, તમારા ભક્તોને રોજની ટીવીની સિરિયલો, ભારતથી ઉનાળાના ઉકળાટથી બચવા અહીં આવતા સીને સ્ટારો, કથાકારો, નાટ્ય અને ગાયક વ્રૂદો માટે ગમે તેવા કિમતી કામ છોડીને, તમારા ભક્તો સમય કાઢી લઈ એમને જોવા/સાંભળવવા ‘હાઉસફુલ’કરી દે છે.
આજકાલ સફેદ વસ્ત્રોમાં એમને સાંભળવા આવનારને ગમતી વાતો કહેતા, કાનને ગમે એવા સંગીતામાં એમને ડોલાવતા, દેખાડવાના અને ચાવવાના અલગ દાંતોથી ભરમાવી, આ ભક્તોને એમના ભાષણોથી, આંધળા કરી દીધા છે, પ્રભુ!
તમે તો માનવ જન્મ લઈ ઘણા ચમત્કારો કર્યા પછી આજે પુજાવ છો. આ લોકોના દિવસ અને રાતના ચમત્કારો તમારા જેવા નથી છતાં તમને છોડી એ લોકોની ભક્તિ માટે ગાંડા કેમ થઈ ગયા છે એ મને સમજાતુ નથી, પ્રભુ!
હવે તો સમય બચાવવા તમારું નામ પણ ટૂંકાવી દીધું છે પ્રભુ! તમને એની જાણ હશે કે નહીં એની મને ખબર નથી! પ્રભુ, તમે ચિંતા ન કરતા. નામ ટુંકાવવાની પાછળ કોઇ કારણ તો હશે જ?’
“વસ્ત, તું જો આ જાણતો જ હોય તો મને ચોખવટ કરી દે. મારા ભકતો માટે મારા દર્શનનો સમય થવા આવ્યો છે!”
‘પ્રભુ, જુના જમાનામાં બાળકોના અસલ નામની સાથે સાથે બોલાવવાના નામો પણ અલગ આપવામાં આવતા હતા. જેમ કે, દિકરાનું નામ ‘કૌશલ’ રાખે, પણ બોલાવે એને “કીપો” કહી! એ જ રીતે દિકરીનું નામ ‘અંકીની’ પાડી એને “શીની” કહી બોલાવે. આમ કરવામાં આ સારા, શોભિતા, ખુબ ખુબ વિચારીને ચુંટેલા નામોવાળા એમના બાળકોને કોઇની બુરી નજર ન લાગે અને એમનું આયુષ્ય લંબાવાય એવી માનતા માબાપોની રહેતી હશે એવું મારુ માનવું છે!. કદાચ, આ કારણે તમારું સુંદર નામ તમારા સાચા ભક્તો એ ટૂંકુ કરી દીધું હશે એવું મને લાગે છે પ્રભુ, તમે તમારા નામને આમ ટુંકાવનારા ઉપર ગુસ્સે ન થતા. સવારના નાહી-ધોઇ ચોપડીમાં તમારા સો(૧૦૦) નામ લખીને પછી જ ચા કે બદામ વાળુ દુધ ગ્રહણ કરનારા તમને જેમ વધારે પ્રસંદ છે તેમ આ લોકોને પણ ગણી લેશોને પ્રભું?
“ચાલ, ચાલ તું હવે જલ્દી પતાવીશ તારું ભાષણ?”
“પ્રભુ, આ છેલ્લી વાત કરી લઉ. તમારો વધારે સમય નહીં લઉ એની ખાતરી આપુ છું. આજ કાલ તમે જ આપેલી શક્તિઓ વડે, ભણેલાને પણ ભુલાવે એવી એમની વાચાઓથી એમના તરફ ખેંચીને તમારા ભક્તોની સંખ્યા ઓછી થતી હું જોઇ શકતો નથી!’
“એ વાત તો તારી મને સાચી લાગે છે! તારી પાસે છે કોઇ ઉપાય એનો?”
“પ્રભુ, છે જો તમો થોડો વધારે સમય મને આપો તો?
“ચાલ, બોલી નાખ!”
‘ભુતકાળમાં તમારો એક કિમતી હાર કોઈ ચોરી ગયું હતું અને તમે એ માટે કેમ ચુપ રહ્યા હતા, પ્રભુ? જો હવે તમારી આ ડાયમન્ડની માળા ચોરવા કોઇ હિમ્મત કરે તો એને ત્યાં ને ત્યાં જ તમે સ્તબ્ધ કરી દો તો આ એક જ ચમત્કાર એવો કામ કરી જશે કે પછી જુઓ તમારા ભક્તોની કેવી લાંબી લાંબી લાઇન લાગી જાય છે! ‘લ્યો, તમારા ભક્તોના પગરવનો અવાજ મને સંભળાવવા લાગ્યો. પ્રભુ, હું વિદાય લઉં!?”

ગુલાબ રક્ષણ

Posted by chimanpatel in : ફોટોકુ,Uncategorized , add a comment

ગુલાબ રક્ષકો

કુદરતનો પ્રકોપ June 29, 2014

Posted by chimanpatel in : Uncategorized , add a comment

એક વિચાર *ચીમન પટેલ ‘ચમન’

આ વર્ષે કુદરતનો પ્રકોપ વધારે પડતો જોવા/સાંભળવા મળે છે.
પાણી અને વાવાઝોડાથી થઈ રહેલા નુકશાનથી, અહિંસાના પુજારી આત્માઓના અંતરને એ ભીજવી, આંખ ભીની કરી જાય છે તો કેટલાક્ના પેટનું પાણી પણ હાલતું નથી! કોઈક સાચા ધાર્મિક આત્માઓ આ માટે એક-બે માળા કરી લઈ, મનની શાંતિ મેળવી, માળાનું પુણ્ય આ રીતે દુભાયા હોય એ આત્માઓને, દેશભેદ રાખ્યા વિના અર્પે છે. કેટલાક, આ રાહત કામોમાં ઉતાવળે હાથ લંબાવે છે, પણ તવંગરોની તલવારો મનના મ્યાનમાંથી ખેંચાતી નથી! કેટલાક ભક્તો અને સેવકો આ અંગે મંદિરોમાં અને સંસ્થાઓમાં ચર્ચા કરી લે છે સમય મળતાં.
કુદરતના આવા પ્રકોપ સામે કોઈ કવિતા કે લેખ લખી નાખી એના વિચારો વહેતા મૂકી મનની શાંન્તિ આપ મેળે અનુભવી લે છે.

મને નીચેનું હાઈકુ લખવાની પ્રેરણા મળી!

બાંધેલા ઘરો
પડે વા વંટોળથી;
શરીર રોગે!

ચીમન પટેલ ‘ચમન’ (૨૯જુન’૧૪ની સવાર)

વસંત આવી! March 28, 2014

Posted by chimanpatel in : ફોટોકુ , add a comment

હાઇકુ-વસંતપર

સ્વચ્છ યાર્ડ

Posted by chimanpatel in : ફોટોકુ , 1 comment so far

Haiku on a clean Yard of a House

માનવ જન્મ January 25, 2014

Posted by chimanpatel in : ગઝલ , 11 comments

જીભ ચાલે છે તો બોલો, બીજાને દુભાવવા તો નહિ!
હાથ લંબાવો તો મદદ માટે, લાફો મારવા તો નહિ!

વસ્ત્રો ખરીદો એવા બદનને ખૂલ્લા રાખવા તો નહિ!
પગરખાં છે પગ સાચવવા, બીજાને કચડવા તો નહિ!

પાણી પ્રિતના જો પાવો, તરસ્યા રાખવા તો નહિ!
સોબત શરાબની રાખો તો, ભાન ભુલવા તો નહિ!

મણકા માળાના ફેરવો , મનને મનાવવા તો નહિ!
ભજન ભગવાનના ભજો, દેખાવ કરવા તો નહિ!

સેવા કરો સમાજની, સ્વમાન ગુમાવવા તો નહિ!
વાતો વિશ્ર્વશાંતિની કરો, ખુદની લુંટાવવા તો નહિ!

સ્વાર્થને સાથમાં રાખી સબંધ બગાડવા તો નહિ!
આશરો અસત્યનો લઇ, સત્યને છૂપાવવા તો નહિ!

કામ આજનું આજે કરો, મુલતવી રાખવા તો નહિ!
માનવ જન્મ ‘ચમન’ મળ્યો, વેડફી નાખવા તો નહિ!

• ચીમન પટેલ ‘ચમન’ (૧૧જાન્યુ ‘૧૪)

હસી લો, આજે મળ્યું છે તો! January 18, 2014

Posted by chimanpatel in : Uncategorized , 4 comments

1. એક કવિ, માતાજીના ભક્ત હતા. ‘શોલે’ મુવી જોતાં જોતાં એમને બગાસુ આવી ગયું અને એમનાથી બોલાઇ જવાયું; ”હે…મા!”
રસોડામાં કામ કરતી ધર્મપત્નીના કાને “હે..મા” શબ્દો પડ્યા તો એ બોલી ઉઠ્યા; ‘ત્રણ છોકરાઓના બાપ થઇ ‘હેમાનું’ નામ લેતાં તમને શરમ નથી આવતી!! સત્યાનાશ જાય એ સિનેમાવાળાઓનું.”

2. ધર્મપત્નીઓ જ્યારે ‘મુડ’માં હોય ત્યારે આપણામાંના ઘણાને આ તો સાંભળવા મળ્યું જ હશે?!
પત્નીઃ ‘…પરણ્યા પહેલાં તમે મારી પાછળ પાછળ ફરતા હતા; યાદ આવે છે?”
પતિઃ “ પિંજરમાં કંઇક ખાવાનું હોય તો જ ઉંદર એ તરફ જાય અને પછી ફસાય!!”

*વિચાર તણખોઃ કાન્તિ પટેલ
*શબ્દદેહઃ ચીમન પટેલ ‘ચમન’
* હે રામ, હે રામ, હે રામ *

આ વાંચી ન હસ્યા હોય એમણે મને અથવા ડોકટરને ફોન કરવા વિનંતિ.

મનીષા December 25, 2013

Posted by chimanpatel in : કાવ્યો,Uncategorized , 9 comments

ટહુકાર કો, પારેવા, પપૈયા, મયૂરના,
જગાડી જાય સ્પંદનો પોઢેલ ઉરના.

વરસી રહી ઘરા પર, ઘરા વર્ષા તણી,
નવરાવી મૂકી સ્વજન પોતાનું ગણી.

ચેતના આવી ધરતીમાં, હતી જે સુપ્ત,
મ્હેંકી ઉઠી માટી થઇ જતાં એ તૃપ્ત.

જોડું પારેવાનું કો’ બેઠું લપાઇ ડાળે,
માત બાળની લે, સંભાળ જઇ માળે.

આવી ઉભી બારણે, વિહવળ બની પ્રિયા,
વાટ જોતી પ્રિતમની મૂકીને બધી ક્રિયા.

સૃષ્ટિ સ્નેહમાં આજ તો ડૂબી ગઇ સારી.
ન થઇ મનીષા પુરી, આજ સુધી મારી!
***********
ચીમન પટેલ ‘ચમન’ (૭ ઓગષ્ટ ’૬૪)

હાઇકુ December 14, 2013

Posted by chimanpatel in : હાઈકુ , 4 comments

વગાડ્યો બેલ,
ખોલશે અંદરથી એ;
ઘરતો સૂનું!!
*******
એની નજર,
ચીરી ગઇ દિલને;
આપી અશાંતિ!
*******
ચીમન પટેલ ‘ચમન’
(૧૩ ડિસેમ્બર’૧૩)

તાલી પાડુ છું! November 17, 2013

Posted by chimanpatel in : ગઝલ , 10 comments

વ્યક્તિ ઓળખું કે ન ઓળખાય, તાલી પાડું છું!
ભાષણ સમજાય કે ન સમજાય, તાલી પાડું છું!

તાલી મારે પાડવી કે ન પાડવાની માથાકૂટ છોડી,
મોં ભલેને પ્રેક્ષકોનું પછી મરડાય, તાલી પાડું છું!

પાર્ટી સંગીતની હોય કે હોય ક્યાંય ભજનો પછી,
ગાનાર સાંભળીને પછી હરખાય, તાલી પાડું છું!

માઇક મળતાં ભાન સમયનું જે ભૂલી જતા હોય;
બેસી જવાનું એમને પછી સમજાય, તાલી પાડું છું!

મહેમાનોને સાંભળી, તાલીઓથી વઘાવ્યા પછી,
ઘરકી મુરઘી દાળ પછી ન કહેવાય, તાલી પાડું છું!

તાલી પાડવાની ટેવ પડી ગઇ છે હવે તો એવી,
જાત મારી પછી સૌને પરખાય, તાલી પાંડુ છું!

સરી જાય શબ્દો ગઝલના સમજ્યા વગર સૌને
‘ચમન’ પછી એકલો ન પડી જાય, તાલી પાડું છું!
***************
ચીમન પટેલ ‘ચમન’ (૧૭નવેમ્બર’૧૩)

Powered By Indic IME