jump to navigation

એવું બને! August 29, 2016

Posted by chimanpatel in : ગઝલ , trackback

એવું બને!
કેડમાં હોય છોરુ ને ખોળો બધે, એવું બને!
કેદાર જઇને જાત્રા, અધુરી રહે, એવું બને!

મૂકી આવીએ માબાપને, ઘરડા ઘરમાં જઇ,
મૃત્યુ પછી ભજનો, નિત ગાઇએ, એવું બને!

પૈસા લખાવો આગળ પડી, ટીપ્પણીમાં કાયમ,
માગવા આવે ઘેર જ્યારે, મોઢું બગડે, એવું બને!

મંદિર બનાવ્યું મોટું ઘરમાં પૈસા ખૂબ ખરચીને,
ગામના મંદિરોના દર્શને, જીવ દોડે. એવું બને!

પતિ જો હોય જ્ઞાની, ધાર્મિક ને પુસ્તકોનો પંડિત,
બાપુને સાંભળવા બેસો, સખીઓ જોડે, એવું બને!

પત્ની મળી વફાદાર ને વળી સીતા સમી ‘ચમન’,
મંદિરોમાં જઈને નજર, રાવણની બને, એવું બને!

• ચીમન પટેલ ‘ચમન’ (૧૬ઓગષ્ટ’૧૩/૨૮ઓગષ્ટ’૧૬)

Comments»

1. સુરેશ જાની - October 16, 2016

ચમનમાં ફૂલ છે, છે બહાર ને ખુશ્બો પણ
તો યે ‘ચમન’ રોતો મળે, એવું બને !

2. Chiman Patel - October 17, 2016

વાહ કવિરાજ, તમને કહેવું પડે!

3. chimanpatel - December 11, 2016

આભાર અહિ આવી કોમેન્ટ મૂકવા માટે!

503 Service Unavailable

Service Unavailable

The server is temporarily unable to service your request due to maintenance downtime or capacity problems. Please try again later.

Additionally, a 503 Service Unavailable error was encountered while trying to use an ErrorDocument to handle the request.