ગઝલ ને મુક્તક August 15, 2016
Posted by chimanpatel in : ગઝલ,મુક્તકો , trackbackમૂંઝવણ
અણસાર આંખનો થાતાં જડી વાટ મને તારી,
ભરું છું ડગ ત્યાં ખસી રહી ભૂમી પગ તળે મારી!
આવવું હતું જો અહીં તો ગઈ શું આમ ચાલી?
કીધુ કાં ન, સરકી જવું’તુ દઈ મને હાથ તાલી!
તલસાવવા ધર્યો’તો શું ભરી ગ્લાસ પ્રિતનો?
કદી હિંચકે બેસી કીધો વિચાર મુજ હિતનો?
અબોલા લઈ અલબેલી થાય પરીક્ષા શું ઘેરી?
વાયો છે વંટોળ વડીલોનો કે થયું છે કોઈ વેરી?
સમજાય ના મુજને મુખ ફેરવે કાં જોઈ તું મને?
મૂંઝાઈ રહ્યું છે મન, થઈ ગયું છે પ્રિયે શું તને?
સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો;
વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!
*ચીમન પટેલ ‘ચમન’
(૨૦જુલાઈ૧૯૬૪/૧૫ઓગષ્ટ’૧૬)
ભ્રમણા
અમારે ક્યાં સુધી રહેવું હવે તમારી આશામાં?
ભ્રમણા તો નથી ઉભી કરી પત્રોની ભાષામાં!
Comments»
સરસ રચના.
આભાર
excellent-
Thanks visiting.
આપની કવિતાઓ અને ગઝલ હંમેશા વાંચતી હોઉં છું. બહુ જ સુંદર રચનાઓ હોય છે. વાર્તા ગમતી નથી, તેથી તે તરફ જતી નથી.
આભાર પૂર્વિબેન.