અટકો! October 22, 2015
Posted by chimanpatel in : હાસ્ય લેખો , trackbackધંધાઓપરથી પડેલી અટકો! લેખકઃ ચીમન પટેલ ‘ચમન’
અમારા વિનોદભાઈની નિયમિત આવતી ઈ-મેલ ખોલતાં જ દિલિપ ‘ઘાસવાળા’ અને વિનય ‘ઘાસવાળા’ વાંચતાંજ ચિત્ત મારું ચકડોળે ચડ્યું!
જૂના જમાનામાં આજની જેમ કાયદા,સગવડો વગેરે ન હતા ત્યારે, પોતપોતાના ધંધાઓપરથી વ્યક્તિ ઓળખાતી અને એ ધંધો પછી એમની અટક પણ બની જતો; બીન કાયદેસર!
હવે કાયદાઓ, સગવડો અને નોકરીઓ વધારે પડતી થઈ ગઈ છે એ કારણે, ધંધાધારી અટકો અદ્રશ્ય થઈ રહી છે એમ કહી શકાય! ‘મોટેલ’ના ધંધા સાથે ‘પટેલ’ એન્ડ ‘મોટેલ’ જેમ જોડાઈ ગયા છે, પણ હજુ સુધી કોઈએ આ મોટેલના ધંધાને અટક સાથે આવરી લીધી નથી! બની શકે કે આ લેખ વાંચીને કોઈ મોટા મોટલવાળા પટેલને પ્રેરણા મળે અને એ એમની અટક સાથે જોડી દઈ ‘રાવજીભાઈ મોટલવાળા’ કરે તો નવાઈ નહીં!
મારી કંપનીમાં કામ કરતા એક પારસીબાબાનું નામ છે નાનુભાઈ દારૂવાલા. એમના વડવાઓ દારૂનો ધંધો કરતા હશે એમ માની લઉં છું.
થોડા વર્ષો અગાઉ મારી નીચે કામ કરી ગયેલા એક હિન્દુસ્તાની યાદ આવી ગયો. એમની અટક છે ‘લોખંડવાળા’. એમની સાથે ચર્ચા કરતાં ત્યારે જાણેલું કે એમના બાપદાદા લોખંડનો ધંધો કરતા, પણ એમની આ અટક એન્જીનીઅરના વ્યવસાયમાં પણ હાલે છે!
ત્યારબાદ, એક મિત્રની દિકરીના લગ્નમાં બહાર ગામ જવાનું થતાં વેવાઈની અટક નિકળી ‘લાકડાવાળા’! આવીજ રીતે આ વિષય ઉપર વિચારતાં વિચારતાં યાદ આવ્યું કે એક મિત્રના સગાને મોટા પાયા પર લાકડાનો ધંધો હતો જેના પરથી એમની અટક ‘લાટીવાળા’ પડી હતી.
આ શહેરના એક ‘જરીવાલા’ પણ અત્રે યાદ આવી જાય છે! ‘કોલસાવાળા’, ‘બીડીવાળા’ ‘ટોપીવાળા’, ‘સાડીઓવાળા’ ‘બંગડીઓવાળા’ ‘પાન વાળા’ ‘ઘંટીવાળા’ ‘દૂધવાળા’ વગરે વગરે જેટલા યાદ કરીએ એટલા ઓછા પડે!
હમણાં જ એક ‘દાદભાવાળા’ની ઓળખાણ થઈ કે જેમની આ અટક્ને એમના ધંધા સાથે કોઈ નિસબત નથી! એટલેજ, આ અટકમાં કોઈ ધંધાની મહેક મહેકતી નથી!
આમ અહીં ઘણી અટકો ઉમેરી શકાય; દા.ત. ‘વિરાટભાઈ મંદિરવાળા’, ‘મુકુંદભાઈ નાટકવાળા’ ‘ડાહ્યાભાઈ ડાન્સવાલા’ વગેરે વગેરે તમે જ ઉમેરી લઈ તમારા મિત્રો સાથે મજાક માણી લેજો!
*****
Comments»
no comments yet - be the first?