jump to navigation

રુબાઈ October 21, 2015

Posted by chimanpatel in : રુબાઈ , add a comment

સુરાહી-કિસ્મત કુરેશી
આસ્વાદઃ ચીમન પટેલ ‘ચમન’

મારા પુસ્તકોની ગોઠવણી કરતાં આ પુસ્તિકા મળી. લેખક્નું નામ પરિચિત લાગ્યું. પુસ્તકના છેલ્લા બહારના પાનપર ફોટો જોતાં થયું કે ચહેરો પરિચિત લાગે છે. એમનો જન્મ ભાગનગર અને એઓ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૪૧માં મેટ્રિક થયા હતા એ વાંચી આ ૭૯ પાનની પુસ્તિકા કે જે ‘રુબાઈ’થી જ ભરેલી હતી એટલે આ વિષયની જાણકારી માટેની ઈંતેજારીએ આમુખથી વાંચવાની શરુઆત કરાવી!
‘રુબાઈ’ વિષે થોડું જાણી/શીખી લઈએઃ
મારા માટે આ શબ્દ નવો હતો અને મને થયું કે મારા કેટલાક સાહિત્યિક મિત્રો માટે પણ હશે જ! કવિઓ/શાયરોના લાભાર્થે આજ પુસ્તિકામાંથી રુબાઈની સમજૂતી ટૂંકાવીને અહીં મૂકી છેઃ

આ રુબાઈનું મૂળ બંધારણ અરબ્બી છે. લગાગાગા, લગાગાગા, લગાગા એ એનું સ્વરૂપ-માપ છે.
એ માપ અક્ષરવૃતનું નથી, માત્રામેળનું છે. ઈરાનના સૂફી કવિ બાબા તાહિરે આ વજનમાં સર્વોત્તમ એવી ઘણી રુબાઈ લખી તેથી તાહિરી રુબાઈ નામે તે પ્રખ્યાત થઈ. પ્રાસાનુપ્રાસ એ તો રુબાઈનું લક્ષણ છે.

આ પુસ્તિકામાંથી રુબાઈના નીચેના નમૂના વાંચી, વાંચક રુબાઈ લખતા થઈ જાય એ આશ્રયથી આ લેખ તૈયાર કરવાનું મન થયું!

શ્રધ્ધા
મને ઝંખે ભલે પુષ્પો ચમનમાં,
મને તેડે તારક ભલે ગગનમાં,
મઢૂલી આ તજી, નહિ જન્મવા દઉં
હું શ્રધ્ધા બદલે શંકા તુજ મિલનમાં. .

નર્તન
તમારી આંખડીમાં પ્યાર નાચ્યો, અમારા દિલ તણો દરબાર નાચ્યો,
જરા ઝાંઝર તમારાં રણઝણ્યાં, ત્યાં
અમારો તો સકળ સંસાર નાચ્યો

હું.
હું મંઝિલથી સુદૂર ભટકી રહ્યો છું,
અધૂરી આશ સહ લટકી રહ્યો છું,
હું કંટક રાખી, આપું છું ગુલાબો,
છતાં સહું નેનમાં ખટકી રહ્યો છું!

રૂપની હઠ
સૂરીલો કંઠ ને વાતે રસીલાં,
વદન મોહક અને લોચન મદીલા
હસ્યાં, બોલ્યાં; રહ્યાં છેટા ને છેટા,
રૂપાળા સર્વે શું આવા હઠીલાં ?

કસોટી
કરે છે વેદના મનની કસોટી,
કરે છે પ્રેમ જીવનની કસોટી,
છુપાઈને સદા પડદાની પાછળ,
કરે છે રૂપ લોચનની કસોટી

લાચાર
હસી શક્તો નથી ત્યારે રડું છું,
ચડી શક્તો નથી ત્યારે પડું છું
જગતના જુલ્મ ને અન્યાય વચ્ચે
જીવી શક્તો નથી ત્યારે લડું છું.

ઉપકાર
બેશરમ ભમરાથી ખુલ્લંખુલ્લા ચુમાવું મટ્યું,
આગ પર ચડવું મટ્યું ને સોયે વિધાવું મટ્યું;
કેટલો ઉપકાર છે તારો હે નિર્દય ચૂંટનાર!
વણખીલી કળીઓને ફૂલીફાલી કરમાવું મટ્યું.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.