ડગ ભરતો રહ્યો! February 8, 2015
Posted by chimanpatel in : ગઝલ , 2 commentsડગ ભરતો રહ્યો!
પડ્યા ઉપર પડતા રહ્યા પાટા ને, હું ડગ ભરતો રહ્યો!
ધર્મના કામમાં ખુદને ભુલી જઈને, હું કામ કરતો રહ્યો!
હતો ડાઘ દિલ પર મારા ને, હું સાબુ ઘસતો રહ્યો,
ભૂલો હતી મિત્રોની મારા ને, હું સાથ આપતો રહ્યો!
લસણ ડુંગરી ના ખવાય કહી બધાને, ખુદ ખાતો રહ્યો
ના શીખ્યા ઘરના કંઈ ને પાઠ જગને, ભણાવતો રહ્યો.
ન બોલવામાં તો નવ ગુણ, વડવાઓ આ કહી ગયા
બોલવામાં તો બાર ગુણ, એટલે તો હું બોલતો રહ્યો!
ન આપવા પડે પૈસા ખીસ્સામાંથી પારકાની પંચાતમાં,
વણ માગે બીજાઓને એટલે, સલાહો તો આપતો રહ્યો!
વાંચી ગયો છું ગીતા ઘણી વાર, સમજ્યા વિના શ્ર્લોકો?
તક મળતાં મિત્રોને મારા, શ્ર્લોક ગીતાના ટાંકતો રહ્યો!
સંતો-મહંતો આવી ગયા ગામમાં કેટલા કે’શો ‘ચમન’?
ના શીખ્યો કંઈ હજુ પણ, સમય કિમતી વેડફતો રહ્યો!
ચીમન પટેલ ‘ચમન’ (૯ નવે’૧૪)