માનવ જન્મ January 25, 2014
Posted by chimanpatel in : ગઝલ , trackback જીભ ચાલે છે તો બોલો, બીજાને દુભાવવા તો નહિ!
હાથ લંબાવો તો મદદ માટે, લાફો મારવા તો નહિ!
વસ્ત્રો ખરીદો એવા બદનને ખૂલ્લા રાખવા તો નહિ!
પગરખાં છે પગ સાચવવા, બીજાને કચડવા તો નહિ!
પાણી પ્રિતના જો પાવો, તરસ્યા રાખવા તો નહિ!
શોબત શરાબની રાખો તો, ભાન ભુલવા તો નહિ!
મણકા માળાના ફેરવો , મનને મણાવવા તો નહિ!
ભજન ભગવાનના ભજો, દેખાવ કરવા તો નહિ!
સેવા કરો સમાજની, સ્વમાન ગુમાવવા તો નહિ!
વાતો વિશ્ર્વશાંતિની કરો, ખુદની લુંટાવવા તો નહિ!
સ્વાર્થને સાથમાં રાખી સબંધ બગાડવા તો નહિ!
આશરો અસત્યનો લઇ, સત્યને છૂપાવવા તો નહિ!
કામ આજનું આજે કરો, મુલતવી રાખવા તો નહિ!
માનવ જન્મ ‘ચમન’ મળ્યો, વેડફી નાખવા તો નહિ!
• ચીમન પટેલ ‘ચમન’ (૧૧જાન્યુ ‘૧૪)
Comments»
ચમન હ્સ્તેથી શબ્દો બ્લોગે વહે,
વાંચી સૌ એને એક ગઝલ કહે,
અરે ! આ તો શીખો રહી,
જીવન જીવવાની ચાવીઓ રહી,
બસ, આટલું ચંદ્ર કહે,
જ્યારે ચમન ચંદ્રપૂકાર પર રમે !
..ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo @ Chandrapukar again
તમેતો પદ્યમાં જ પ્રતિભાવ પિરસી દીધો. વાહ, ભઇ વાહ.
“ચમન”
જે શાસ્ત્રોના સંદેશા છે..એ અનુભવની એરણે ઘડાઈ , ફૂલોની સુગંધની જેમ’ચમન’ માં મહેંકી ગયા.ખૂબ ઉંચેરી વાત ને સરળતાથી વણી લીધી.
રમેશ પટેલ(આકાશદીપ)
રમેશભાઇ,
આભાર, અહિ આવવા અને આ અભિપ્રાય આપવા.
“ચમન”
માનવ જન્મ ની શિખામણ બહુ સરસ રીતે તમે આપી દીધી. વાહ..
*ગુજરાતીલેક્સિકોન હવે નૂતન રૂપરંગમાં…!*
વિશ્વના 110થી વધુ દેશમાં વપરાતી અને લોકચાહના પામેલી ગુજરાતીલેક્સિકોન
વેબસાઇટ આજે તેનો નવો અવતાર રજૂ કરતાં આનંદ અનુભવે છે. પરિવર્તન એ પ્રકૃતિનો
નિયમ છે અને આજના બદલાતા જતા ટેક્નોલૉજીના યુગમાં હંમેશાં નવીનતમ ટેક્નોલૉજી
સાથે કદમથી કદમ મિલાવવા જરૂરી છે. લોકચાહના, ઉપયોગિતા અને આધુનિક પરિવેશને
ધ્યાનમાં રાખીને આજે ગુજરાતીલેક્સિકોન વેબસાઇટની આકર્ષક, સરળ, સુગમ અને વધુ
ઉપયોગી નૂતન આવૃત્તિની રજૂઆત કરવામાં આવી છે.
*નવીન રૂપરંગ પામેલી ગુજરાતીલેક્સિકોન.કોમ વેબસાઇટની મુખ્ય વિશેષતાઓ : *
* વપરાશમાટે સરળ નવો લેઆઉટ :* ગુજરાતીલેક્સિકોનની નવી ડિઝાઇન દ્વારા અમે
વપરાશકર્તાને વેબસાઇટના બધા જ વિભાગો અને બધી જ લાક્ષણિકતાઓ ઓછા સમયમાં અને
ઓછી ક્લિકની મદદથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે.
* નયનરમ્ય કલર-કૉમ્બિનેશન અને આકર્ષક લોગો :* ગુજરાતીલેક્સિકોનનો નવો લોગો
બનાવવા અંગ્રેજી મૂળાક્ષરો G અને L નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે દ્વારા
ગુજરાતી મૂળાક્ષર ‘અ’ નો આકાર આપવામાં આવ્યો છે. આ દ્વારા વિવિધ ભાષાઓ અને
વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ દ્વારા
ગુજરાતીલેક્સિકોનની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો
છે.
* વિશિષ્ટ શબ્દકોશો : ગુજરાતીલેક્સિકોન વિવિધ શબ્દકોશોને સમાવતો એક માત્ર
ઓનલાઇન સ્રોત છે. સમયાંતરે તેમાં વિવિધ શબ્દકોશોનું ઉમેરણ થતું રહે છે.
ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટના રૂપરંગના બદલાવ સાથે તેમાં મરાઠી – ગુજરાતી
શબ્દકોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી હવે ભાષાપ્રેમીઓને મરાઠી ભાષા
શીખવી સરળ બની જશે.
* નવી રૂપરેખાના ફાયદા : *ગુજરાતીલેક્સિકોનની નવી રૂપરેખા અમને અમારા
વપરાશકર્તાઓને વધુ સારી વેબસાઇટ ઉપલબ્ધ કરાવી આપવાની એક તક આપે છે. વેબસાઇટ
ઉપર નોંધણી કરાવીને તમે તમારા મનગમતા શબ્દોની યાદી બનાવી શકો છો તથા તમારા
મિત્રો સાથે તે શબ્દો ફેસબુક, ટ્વિટર વગેરે માધ્યમ થકી વહેંચી શકો છો અને
તેમનું પણ શબ્દભંડોળ વધારી શકો છો.
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક અમર શ્રી રતિલાલ ચંદરયા હંમેશાં કહેતા કે,
“ગુજરાતીભાષા માટેનું ગુજરાતીલેક્સિકોનનું યોગદાન વણથંભ્યું રહ્યું છે અને
રહેશે. ભાષાપ્રેમીઓને હંમેશાં અમે કંઈક નવું આપતા રહ્યા છીએ અને સદા આપતા
રહીશું.” ગુજરાતીલેક્સિકોન ટીમ રતિકાકાનાં આ વચનોને સાર્થક કરવા હંમેશાં
કટિબદ્ધ છે.
*ગુજરાતીલેક્સિકોન વિશે : *
45 લાખથી વધુ શબ્દભંડોળ ધરાવતું ગુજરાતીલેક્સિકોન આજે ઘર ઘરમાં જાણીતું બની
ચૂક્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને ટેક્નોલૉજીના સમન્વય દ્વારા ભાષાને
સંગ્રહિત કરી તેનો વ્યાપ વધારવાનો છે.
*http://www.gujaratilexicon.com *વેબસાઇટની
મુલાકાત લઈને કોઈ પણ ભાષા પ્રેમી પોતાનું શબ્દ ભંડોળ વધારી શકે છે, સાહિત્ય
વાંચી શકે છે અને અમારા આ કાર્યમાં જોડાઈ શકે છે.
ભગવદ્ગોમંડલ (*www.bhagwadgomandal.com *),
લોકકોશ (*http://lokkosh.gujaratilexicon.com
*) અને ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન
(*http://global.gujaratilexicon.com/
*)ની સફળ રજૂઆત દ્વારા ગુજરાતીલેક્સિકોને
ભાષા પ્રેમીઓ માટે સમગ્ર વિશ્વને કમ્પ્યૂટરની એક ક્લિકે ઉપલબ્ધ કરાવી આપ્યું
છે.
ભગવદ્ગોમંડલ એ ગુજરાતી ભાષાનો એકમાત્ર એન્સાઇક્લોપીડિયા છે. જેનો સમાવેશ
ગુજરાતીલેક્સિકોને પોતાના ડેટાબેઝમાં કરીને સૌ ભાષાપ્રેમીઓ માટે તે હાથવગો કરી
આપ્યો છે. લોકકોશના માધ્યમ થકી શબ્દકોશમાં સ્થાન નહીં પામેલા પરંતુ
લોકવપરાશમાં હોય તેવા શબ્દોને એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જ્યારે
ગ્લોબલ.ગુજરાતીલેક્સિકોન એ ગુજરાતી ભાષા અને વિશ્વની અન્ય ભાષાઓ વચ્ચેના સેતુ
રૂપ છે. ગુજરાતીલેક્સિકોન આજે વિશ્વભરના લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને
વિદ્યાર્થીઓ, પત્રકારો, લેખકો, સાહિત્યકારો, સંશોધકો, વ્યાપારીઓ તથા માહિતી
સંચાર સાથે સંકળાયેલા લોકોમાં જાણીતું નામ છે.
વધુ માહિતી માટે આપ અમારી વેબસાઇટ http://www.arniontechnologies.comની મુલાકાત લઈ
શકો છો અને અમારો info@arniontechnologies.com પર સંપર્ક પણ કરી શકો છો
સંપર્ક સૂત્ર : સુશ્રી મૈત્રી શાહ Email : maitri@arniontechnologies.com
Phone : +91 79 40049325 / +91 9825263050