માનવ જન્મ January 25, 2014
Posted by chimanpatel in : ગઝલ , 6 comments જીભ ચાલે છે તો બોલો, બીજાને દુભાવવા તો નહિ!
હાથ લંબાવો તો મદદ માટે, લાફો મારવા તો નહિ!
વસ્ત્રો ખરીદો એવા બદનને ખૂલ્લા રાખવા તો નહિ!
પગરખાં છે પગ સાચવવા, બીજાને કચડવા તો નહિ!
પાણી પ્રિતના જો પાવો, તરસ્યા રાખવા તો નહિ!
શોબત શરાબની રાખો તો, ભાન ભુલવા તો નહિ!
મણકા માળાના ફેરવો , મનને મણાવવા તો નહિ!
ભજન ભગવાનના ભજો, દેખાવ કરવા તો નહિ!
સેવા કરો સમાજની, સ્વમાન ગુમાવવા તો નહિ!
વાતો વિશ્ર્વશાંતિની કરો, ખુદની લુંટાવવા તો નહિ!
સ્વાર્થને સાથમાં રાખી સબંધ બગાડવા તો નહિ!
આશરો અસત્યનો લઇ, સત્યને છૂપાવવા તો નહિ!
કામ આજનું આજે કરો, મુલતવી રાખવા તો નહિ!
માનવ જન્મ ‘ચમન’ મળ્યો, વેડફી નાખવા તો નહિ!
• ચીમન પટેલ ‘ચમન’ (૧૧જાન્યુ ‘૧૪)