મળે ન મળે! October 6, 2013
Posted by chimanpatel in : ગઝલ,Uncategorized , 3 commentsજમીલો પકવાન પેટ ભરી, ફરી મળે ન મળે!
લખીલો તમે ગઝલ, શબ્દ ફરી, મળે ન મળે!
વિદેશે ફરવાનું હવે થઇ ગયું છે એવું તો સહેલું,
મન ભરી ફરીલો તક આ પછી, મળે ન મળે!
કરી રાખ્યું છે ઘન ભેગું આજ સુધી તો ઘણું,
દઇ દો દાનમાં થોડુ લેનારા વળી, મળે ન મળે!
કરી છે તમે વાતો ખોટી ઘણી બધી આજ સુધી,
કહિ દો હવે તો સાચું, સાંભળનાર ફરી, મળે ન મળે!
નવા વર્ષે જાય છે તું દોડતો મંદિરે દર્શને તો કાયમ,
કરી લે દર્શન માબાપના ઘરમાં પછી, મળે ન મળે!
નથી જાણતા કોઇ, આ દિલ બંધ પડી જાશે ક્યારે,
કરીલે હવે તું માનવ દર્શન દિલ ભરી, મળે ન મળે!
નવું તે શું જાણ્યું સભાઓમાં જઇ જઇ ‘ચમન’
મહીના અવાજ્ને તું સાંભળ કદી, મળે ન મળે!
• ચીમન પટેલ ‘ચમન’ (૨૫માર્ચ’૧૨)
એવું બને!
Posted by chimanpatel in : ગઝલ , add a commentકેડમાં હોય છોરુ ને ખોળો બધે, એવું બને!
કેદાર જઇને જાત્રા, અધુરી રહે, એવું બને!
મૂકી આવીએ મા-બાપને, જઇ ઘરડા ઘરમાં,
મ્રુત્યુ પછી ભજનો, નિત ગાઇએ, એવું બને!
પૈસા લખાવો આગળ પડી, ટીપ્પણીમાં કાયમ,
માગવા આવે ઘેર જ્યારે ,મોઢું બગડે, એવું બને!
મંદિર બનાવ્યું ઘરમાં મોટું પૈસા ખૂબ ખરચીને,
ગામના મંદિરોના દર્શને, જીવ દોડે. એવું બને!
પતિ છો હોય જ્ઞાની, ધાર્મિક ને પુસ્તકોનો પંડિત,
બાપુને સાંભળવા જાઓ, સખીઓ જોડે, એવું બને!
પત્ની મળી વફાદાર ને વળી સીતા સમી ‘ચમન’,
કથાઓ સાંળતાં નજર, રાવણની બને, એવું બને!
• ચીમન પટેલ ‘ચમન’ ( ૧૬ઓગષ્ટ’૧૩)