પડી ગયો! September 24, 2012
Posted by chimanpatel in : ગઝલ,Uncategorized , add a commentકહ્યં મે સાચું એને પણ હું તો ખૂલ્લો પડી ગયો,
ગયો મારું ન સાંભળીને પછી ભૂલો પડી ગયો.
સગાએ મોકલી કંકોતરી ગામની ટપાલમાં
પછી તો આ બધાનો ત્યારથી ચીલો પડી ગયો.
તમે ‘બોક્સ ગીફ્ટ’ કે બાળકો વિશે ભલે લખો,
બધાનો આંખ આડા કાનનો ચીલો પડી ગયો.
નથી ચિંતા તમારા આ અવસરના ખર્ચની,
રસમ ખાલી અહિ ‘આરએસવીપી’નો પડી ગયો.
ફરી વળે ‘ચમન’ જુઠ ઝડપથી ચારે તે કોર,
સહુંને સાચું કે’નારો જૂઓ એકલો પડી ગયો.
* ચીમન પટેલ “ચમન” (૨૦જુલાઇ’૧૨)