માતમાં ! May 13, 2012
Posted by chimanpatel in : કાવ્યો,Uncategorized , trackbackશીતળતા ચાંદની નીતરે છે માતમાં,
ઉષ્મા સૂર્યની હૂંફમાં મળે છે માતમાં.
ઊંચાઇ પર્વતોની મપાય છે માતમાં,
પાણી પાતાળના પિવાય છે માતમાં.
લંબાઇ નદીઓની દેખાય છે માતમાં,
ઊંડાઇ દરિયાની મપાય છે માતમાં.
ઉડ્ડયન પંખીઓનું મણાય છે માતમાં,
વફાદરી પશુઓની જણાય છે માતમાં.
ગગડાટ વાદળનો સંભળાય છે માતમાં,
હાલરડાનું સંગીત સમજાય છે માતમાં.
નમ્રતા નારીની પણ નીતરે છે માતમાં,
મર્દાનગી મર્દની જોવા મળે છે માતમાં.
સારા શિક્ષણની એક શાળા છે માતમાં,
બધાજ ધર્મોની એક માળા છે માતમાં.
ભોળપણ બાળકનું છલકાય છે માતમાં,
ચતુરાઈ ચાણક્યની ‘ચમન”છે માતમાં.
* ચીમન પટેલ “ચમન”
Comments»
મધર ડે નિમિત્તે મા પ્રત્યેની સરસ ભાવના વ્યક્ત કરી, આપની સંવેદનાની કદર કરૂં છું.
આ વધારે ગમ્યું….
સારા શિક્ષણની એક શાળા છે માતમાં,
બધાજ ધર્મોની એક માળા છે માતમાં.
-અભિનંદન ચીમનભાઇ…
સમય લઇને સુન્દર કોમેન્ટ અને ચૂંટેલી પંકતીઓ
માટે દિલથી ખૂબ ખૂબ આભાર.
* ચીમન પટેલ “ચમન”
ભોળપણ બાળકનુ છલકાય છે માતમાં
ને ત્રાણુ વર્ષે ઠોકર વાગતા નામ હોઠે ” ઓ માડી રે!”
ઘડપણે દુઃખ ને દર્દ મા પણ મન શ્વસતું માતમાં.
માટે જ જનની ની જોડ નહિ જડે રે લોલ.
આભાર શૈલાબેન.
ચમન
ઉત્તમ શેર..મને ગમ્યો તે..
સારા શિક્ષણની એક શાળા છે માતમાં,
બધાજ ધર્મોની એક માળા છે માતમાં.
Well said…
but No amount of Metaphors and words
will do Justice… will fall always short to
describe of who the Mother is!
Nikhil