jump to navigation

‘પનામા પ્રવાસમાં’ લખાયેલ હાઇકુઃ ચીમન પટેલ “ચમન” April 21, 2012

Posted by chimanpatel in : હાઈકુ,Uncategorized , trackback

એને જોઇને,
યાદ આવી જાય છે;
સ્વગૅસ્થ પત્ની!!
૦ ૧૭એપ્રિલ’૧૨

છલકાય છે,
દિલ મારું તો તારા-
ચંદ્રમુખથી!
૦ ૧૮એપ્રિલ’૧૨

ખાલી સીટમાં,
બેઠી એ મારી સાથે;
મિત્રો વિચારે!!
૦ ૧૯એપ્રિલ’૧૨

વિચારું છું તો-
રડું છું અંદરથી;
સુના ઘરમાં !
૦ ૧૯એપ્રિલ’૧૨

મળી એ મને,
પ્રવાસમાં એકલી;
હસાવી(રડાવી) ગઇ!
૦ ૨૦એપ્રિલ’૧૨

Comments»

1. Valibhai Musa - April 21, 2012

ચીમનભાઈ,

આપનાં આત્મલક્ષી વિષાદ હાઈકુઓના વાંચનથી આપના વિષાદમાં હું સમસંવેદનશીલતા અનુભવું છું. ઈશ્વર સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે અને આપને આપનાં પત્નીના વિયોગને સહન કરવાની શક્તિ આપે.

કુશળતાપ્રાર્થી,

વલીભાઈ

2. વિનોદ આર. પટેલ - April 22, 2012

જીવન સાથી વિના એકલા પ્રવાસ કરવો પડે ત્યારે પહેલાં
સાથે કરેલા પ્રવાસોની યાદ અને વિશાદ સતાવે એ સ્વાભાવિક છે.અને મનમાં આવું કાવ્ય જ સર્જાય
ખાલી સીટમાં,
બેઠી એ મારી સાથે;
મિત્રો વિચારે!!
આ બધાં હાયકુમાં તમારા હૃદયનો ભાવ સરસ રીતે વ્યક્ત થયો છે.

3. hemapatel - April 22, 2012

આપની રચનામાં આપની પત્નિ પ્રત્યેનો આપનો પ્રેમ અને વિયોગ છલકાય છે.
સ્વજન વિના તેની યાદોમાં અને વિયોગમાં જીવવુ એ પણ જીન્દગી છે, તેમાં
એકલા યાદોને સહારે જીવવાનુ છે.

4. ચિમન પટેલ - April 22, 2012

વિનોદભાઇ અને હેમાબેન,

સમય લઇ,સુયોગ્ય કોમેન્ટ લખવી એ પણ એક કલા છે જે આપની પાસે છે.
તમે બંનેએ જીવન સાથીનું દુઃખ અનુભ્વ્યું છે એટલે વધારે શું કહું,

આભાર સહિત,

“ચમન”


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.