મળવાનું થયું! February 13, 2012
Posted by chimanpatel in : હાસ્ય કાવ્યો , trackbackમળવાનું થયું !
‘કોમ્પ્યુટર’ પર એને ને મારે મળવાનું થયું,
બાગ-બગીચા વગર અમારે મળવાનું થયું.
ઠંડી ગરમી કે વરસાદની કોઈ ચિંતા નથી,
ઘરમાં બેસીને જ ગમે ત્યારે મળવાનું થયું.
એને મળવા માટે જૂઠું બોલવું પડતું નથી,
‘ઈમેલ’થી જ દિવસે ને રાતે મળવાનું થયું.
છબી એની મૂકી છે ‘સ્કી્નસેવર’ પર હવે,
દર્શન કરીને નિત એની સાથે મલકવાનું થયું.
‘આઈકૉન’ એડ્રેસનો છે હવે ‘ડેસ્કટોપ’પર,
‘ડબ્બલ ક્લીક’કરી રોજ એને લખવાનું થયું.
થઈ જાય ‘સરવર’ જ્યારે જ્યારે ‘ડાઉન’,
‘કીબોર્ડ’ પર થોડાક આંસુને પાડવાનું થયું.
વાતો એની ‘સેવ’ કરી કરી ખૂટી છે જગ્યા,
એટલેતેા ‘હાર્ડડીસ્ક’ને મારે બદલવાનું થયું,
‘કટ’ ને ‘પેસ્ટ’ કરીને સમય બચાવ્યો ઘણો,
મારા કેટલાક મિત્રો સાથે એને મળવાનું થયું.
‘ઈમેલ’ એની હવે નથી આવતી કદી ‘ચમન’,
દુઃખી દિલે બઘુ ‘ડીલીટ’ મારે કરવાનું થયું!!
૦ ચીમન પટેલ ‘ચમન’
(૧૭મે’૦૩)
Comments»
હ્યુસ્ટન ઇન્ડિયામાં જતું રહ્યું લાગે છે!
ત્યાં રિલાયન્સની સાયબર કાફેમાં એક પાનું ખોલવા ‘ક્લિક’ કરી, બહાર નીકળી, પાન ખાઈને પાછા આવો ત્યાં સુધીમાં પાનું ખુલી જવાની સંભાવના કદાચ ખરી !!
‘ઈમેલ’ એની હવે નથી આવતી કદી ‘ચમન’,
દુઃખી દિલે બઘુ ‘ડીલીટ’ મારે કરવાનું થયું!!
sachoT…
સુરેશભાઇ અને વિજય્ભાઇ,
તમારી કોમેન્ટ વાંચી આટલું લખવાનું થયું.
આભાર સહિત,
“ચમન”
સારું થયું કે કમપ્યુટર દ્વારા મળવાનું થયું
તેથી નિયંતિકાની યાદમાં મહાલવાનું થયું
please visit
http://www.pravinash.wordpress.com
It is very touchy! But I enjoyed it!