કારણો વગર! January 28, 2012
Posted by chimanpatel in : હાસ્ય કાવ્યો , trackbackકારણો વગર
(છંદવિધાન: લગાગા, લગાગા, લગાગા, લગાગા, લગા)
કરે છે કથામાં વાતો લોકો કારણો વગર!
સમય વેડફે પોતાનો ખોટો કારણો વગર!
નથી કર્યો ખુદના રૂપનો વિચાર કદી,
ફરે લઇ કત્રીનાનો ફોટો કારણો વગર
જરી કે નથી જ્ઞાન તાલ કે સુરનું જેને,
તક ઝડપી એતો ગાતો કારણો વગર!
કર્યું છે ધન ભેગું વેચી ધંધાઓ ઘણા
વાત વાતમાં એ રડતો કારણો વગર!
નથી દેખાતા મન દેશીઓના મોટા કદી ,
મળે સામો ને જોતો આડો કારણો વગર!
શકુની મામાઓ મળે છે બધે જ જોવા,
ઘર બીજાના જે તોડતો કારણો વગર!
અદેખાઈ ને ઈર્ષા વધી ગઈ છે બધે,
પીઠ પાછળ રહી જે બોલતો કારણો વગર!
હવા ગઈ બદલાઈ ચારે દિશામાં ‘ચમન’
પગ જે બીજાના ખેચતો કારણો વગર!
• ચીમન પટેલ ‘ચમન’
(૦૬જાન્યુ’૧૨)
Comments»
નથી દેખાતા મન દેશીઓના મોટા કદી ,
મળે સામો ને જુએ આડો કારણો વગર!
Very true.