રાત સરી ગઇ! December 7, 2011
Posted by chimanpatel in : કાવ્યો , trackback* રાત સરી ગઇ !! *
તમારી યાદમાં તો મેં કંઇએ રાત વિતાવી!
બિડાયાં નહિ નયનો, એને તે ખૂબ સતાવી!!
ધીમે રહી, નજીક જઇ, ઘૂંઘટ જ્યાં હઠાવ્યો,
વાદળમાં છૂપાયેલો એ ચાંદ બહાર આવ્યો!
ઝૂકેલા, નશીલા, નયનની એક નજર થઇ,
એક ઝલક દઇ મુજને વળી એ ઢળી ગઇ!
પ્રિયે! શરમ કાં! કહી, કર મેં પકડી લીધો,
ખેંચી નજીક, છાતી સરસો એને ચાંપી દીધો.
તલસતા મારા હૈયાની એ ત્રુપ્તિ બની ગઇ,
રાત આખી મિલનની વાતોમાં જ સરી ગઇ!!
* ચીમન પટેલ “ચમન”
(૦૭ ડિસેમ્બર’૧૧)
[૨૫ડિસેમ્બર’૬૨ના નિયંતિકાને લખેલ પત્રમાંથી]
Comments»
આ ફોટો તમને યુવાનીની યાદ આપતો હશે; પણ અમે બીજા ચહેરાથી માહેર હતા. એ પણ મૂકજો.
એમને અમદાવાદમાં મળ્યો, ત્યારે ઘણાં સ્વસ્થ હતાં . એમની અને એમનાં બહેનની જોડે ઘણી વાતો કરી હતી.
Very beautiful picture and very beautifully express your feelings.
Keep it up.
આ ફોટો જોઇને મને જુના સંસ્મરણો તાજા થાય છે.આ કાવ્યમાં
કલાપીની માફક તમોએ જુવાનીના દિવસોમાં પ્રિય પાત્ર
માટેનો વિરહ દિલ ખોલીને રજુ કર્યો છે.આ ફોટો જેના ઉપરથી તમોએ ચાર્કોલથી તમારા હસ્તે એની આબેહુબ પ્રતિકૃતિ બનાવીને મને મોકલેલી એને જોઇને તમારા દિલને શું વીતતું હશે એ હું સારી રીતે સમજી શકું છું.જેનો કોઈ ઈલાજ ન હોય એને સહન કર્યે જ છૂટકો !તમારી વેબ સાઈટમાં તમારી કૃતિઓને માણીને ખુબ આનંદ થયો.
વિનોદભાઈ આર. પટેલ
નિયંતિકાબહેન ગયા મધુરી યાદો મૂકતા ગયા
સુંદર કવિતા દ્વારા અહેસાસ માણ્યો
http://www.pravinash.wordpress.com
બહુજ સુન્દર પિક્ચર અને હ્રદયનાભાવો પ્રગટ કરતા શબ્દોથી સજાવેલ બહુજ સરસ રચના.