jump to navigation

સાહિત્ય સરિતાના સભ્યોને October 9, 2011

Posted by chimanpatel in : Uncategorized , trackback

દિપક ને ગીતાએ દિપક જલાવ્યો જ્યારથી,
સરિતા સાહિત્યની વહી રહી જૂઓ ત્યારથી.

વિચારો વિવિધ લઈ વિજય જૂઓ એ આવે,
સાહિત્ય સરિતામાં જોમ નવો નવો એ લાવે.

મેઘાણીની દાઢીમાં હાથ નાખી તો જૂઓ જરા,
છત્રી છંદોની જો ખોલી શકોતો, જાણું તમે ખરા.

સુમનભાઇને જો સમજો તો પડે ખૂબ મજા,
ન સમજાયું એને તો, થઈ ગઈ જાણે સજા!

નથી પાડતા બૂમો કદીયે વિશ્વદીપ બરાડ,
રાખે રેખાને સાથમાં,નહિ પડે કદીયે ચિરાડ.

બક્ષીના ‘જજમેન્ટ’માં ન હોય કદી જોવાનું,
નીરુંને ફરિયાદ કરી કરી ઘરમાં જ રોવાનું!

ધ્રુવના તારાની જેમ, એ અડગ ને એકલા,
બારાખડી પર લખતા, દેવિકા જેવા કેટલા?

મર્મ મનોજનો સમજવો ભઈ કંઇ સહેલો નથી,
ગઝલને ગાઈને પિરસવાનો પાઠ પહેલો નથી!

ધીમી ધીમી ગાડી ધીરુંભાઇની ભઈ ચાલે ભલે,
એમના વિચારોમાંથી નવું જાણવા સહુને મળે.

પ્રવીણાબેનના મુખથી સરતી હોય છે સરીતા,
થાકે નહિ લખતાં પતિ પર રોજ નવી કવિતા.

શાંત છે શૈલા આમતો, પ્રશાન્તની પડખે રહી,
એમના સ્વભાવની આપણને સૂઝ બહુ નહીં!

સરયુંબેનને તો સાંપડ્યું છે બધી બાજુનું સુખ,
દિલિપના ચિત્રોથી ઊડી ગઈ છે એમની ભૂખ.

સંચાલન સભાનું કરી જાણે છે રસેશ દલાલ,
રચના રચીને કદીક તો ઉડાડો ભલા ગુલાલ!

ફ્તેઅલીને ફાવી ગયું છે હવે કવીતા રચવાનુ,
મુખકંઠની નહિ મારા મારી ને બધાને હસવાનું.

સુગંધ ગજરાની હેમન્તને તો નીત નીત મળે,
પુર્ણિમાની પડખે શીતળતાની મજા તો પડે!

પરખી નહિ શકો સતીશ પરીખને કદી તમે,
દિલથી કરે એ કામો, સરીતાના સભ્યોને ગમે.

જ્યોત જલાવી મંજુબેન મંદિર ઘરમાં કરો
ભરથાર ભગવાનની સેવાનું ભાથુ હવે ભરો.

બેન્ક નથી, અટક એમની કેમ પડી બેન્કર,
સમાચારોથી ભરી લાવે ભલા કદી ટેન્કર !

ખુશ છે ઇન્દીરા તો કિરિટની કરામતો પર,
દિવો લઈને ખોળતાં, નહિ મળે આવો વર !

અશોકને નથી શોક આવવું પડે છે એકલા,
‘કોક’ ઢીંચીને પણ કરે છે એ નાટકો કેટલા.

પહેર્યો છે મુગટ ગાંધીનો મુકુંદભાઇએ જૂઓ,
આંસુ પડાવે નાટકોમાં, રુમાલ લઈને લૂઓ.

સરિતાના સભ્યો પર શાયરી આ તો લખાઇ,
પ્રેરણાનું પાણી “ચમન” ગયું તારું તો સુકાઇ!

# ચીમન પટેલ “ચમન”
(૦૧ઓક્ટો’૧૧)

***************

Comments»

1. saryu - October 10, 2011

વાહ! વાહ! કહેવું પડે, આ ‘ચમન’ના ચાતુર્યને,
સુભગ સાદી પ્રેરણાની સરિતા ફરીને વહે!

સાહિત્ય સરિતાની રૂણી.. સરયૂ પરીખ

2. શૈલા મુન્શા - November 2, 2011

“સરિતાના સભ્યો પર શાયરી આ તો લખાઇ,
પ્રેરણાનું પાણી “ચમન” ગયું તારું તો સુકાઇ!”

Everybody has to face this situation, but sweet memory stays always with us.

3. dolat vala zamrala - January 14, 2012

વાહ ભાઇ વાહ મહુવા આવો તો મળશુ જરુર
લીલા શ્રીફળના જલપાન કરી કરીશુ કલરવ
મહુવા કેરા સમુદ્ર કિનારે માતા ભવાની બીરાજે
ભારત કેરા હિમાલયમા સદા શિવ-શક્તિ બિરાજે
ઝમરાળે જાહેર જોગી ફકડનાથ બાપા બિરાજે
બગદાણે બંડીધારી બજરંગદાસ બાપા બિરાજે


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.