શાને થઈ ઘેલી ! August 23, 2008
Posted by chimanpatel in : Uncategorized , add a commentઅલી શાને થઈ ઘેલી !
હેત વરસાવે વ્હાલા પર
ઘરતી પર જેમ હેલી !
અલી શાને થઈ ઘેલી !
મુલાયમ મુખપર એના ના ચુંબનનો કંઈ પાર,
નજરું લાગશે લાડકાને, કાઢીશ નહિ કંઈ સાર!
અનુભવની ડાયરીમાંથી-
વાત કહી તને વે’લી,
અલી શાને થઈ ઘેલી !
ઘવડાવતાં ઘવડાવતાં તું મહીં મહીં મલકાતી,
હાથ ફરી રહ્યો શિરપર ને શેરો દૂઘડે છલકાતી.
અમીરસનું પાન કરતાં કરતાં-
મીચાઈ ગઈ આંખ વે’લી,
અલી શાને થઈ ઘેલી !
ભૂલી ગઈ ખુદને મૂઈ તને એને રાખી બાંઘી,
તમ ઉભય દિલની ચિરાડ એને જ આવી સાંઘી!
ઢળી રહી સંઘ્યા પેલી,
અલી શાને થઈ ઘેલી
Courtsey : www.vishwadeep.wordpress.com