તમારા થયા પછી !- May 10, 2008
Posted by chimanpatel in : Uncategorized , add a commentસીવાઈ ગયું છે મોં મારું, તમારા થયા પછી,
ઝુકાવ્યું છે મસ્તક તો મારું, તમારા થયા પછી!
હુકમ ના કરો તમે બઘાની વચ્ચે મારા પર,
બોલ પડતો હું તો ઉપાડુ, તમારા થયા પછી!
મુકુ છું ચેક કમાણીનો તમારા હાથમાં તોયે,
વાસણ ઘોવાનું કામ તો મારું, તમારા થયા પછી!
છોડી દીઘા સ્વજનોને તમને મેળવવા માટે,
રહ્યું નહીં કોઇ સગુ સારું, તમારા થયા પછી!
પરણ્યા પછી પસ્તાવાની ખબર મને નો’તી
જીવન મારું લાગે છે ખારું, તમારા થયા પછી!
ઝીલે છે બોલ મારા કર્મચારીઓ ઓફીસમાં,
ઘાંટા ઘરમાં કેમનો પાડું, તમારા થયા પછી!
ઉપાડી હાથ દેખાડી શકું છું હું પણ કદીક,
ચીલો નવો શું કામ પાડું, તમારા થયા પછી!
થાય છે વાતો ગામમાં ‘ચમન’તમારી તો ખુબ,
મોં પર માર્યું મેં તો તાળું, તમારા થયા પછી!
– ચીમન પટેલ
‘http://dhavalrajgeera.wordpress.com/hasy_darbar/ચમન