પેચ પતંગના December 30, 2007
Posted by chimanpatel in : Uncategorized , add a comment
અવકાશે
ઊડી રહ્યા રંગીન પતંગો
ગેલ કરતા
નમી પડતા
ઉડાડનારનું મન હરતા
ઘાબેથી કોઈ ઢળી પડતા
પતંગ કપાતાં
થઈ જતી દોડા દોડી.
પતંગ મારો
નીકળ્યો સારો
જોનારની આંખમાં ખૂંચે
ઊડી રહ્યો એટલો ઊંચે.
એકાએક;
ગુમાન મારું
આવ્યું શું આડુ?
મંડ્યો લોટવા એ
ના’વ્યો કાબૂમાં જે
પડ્યો જઈ પડોશીની પતંગ પર!
ગૂલાંટ મારી
પેચ લગાવી
ઊડી રહ્યો ગર્વથી જ્યારે
મર્મ એનો સમજાયો ત્યારે!
ઢીલ મૂકતાં દોરીની
કપાઈ પતંગ ગોરીની!
ત્યારથી;
લડાઈ ગયા છે પેચ દિલના !!
૦ ચીમન પટેલ ‘ચમન’