ગઝલ ને મુક્તક August 15, 2016
Posted by chimanpatel in : ગઝલ,મુક્તકો , 6 commentsમૂંઝવણ
અણસાર આંખનો થાતાં જડી વાટ મને તારી,
ભરું છું ડગ ત્યાં ખસી રહી ભૂમી પગ તળે મારી!
આવવું હતું જો અહીં તો ગઈ શું આમ ચાલી?
કીધુ કાં ન, સરકી જવું’તુ દઈ મને હાથ તાલી!
તલસાવવા ધર્યો’તો શું ભરી ગ્લાસ પ્રિતનો?
કદી હિંચકે બેસી કીધો વિચાર મુજ હિતનો?
અબોલા લઈ અલબેલી થાય પરીક્ષા શું ઘેરી?
વાયો છે વંટોળ વડીલોનો કે થયું છે કોઈ વેરી?
સમજાય ના મુજને મુખ ફેરવે કાં જોઈ તું મને?
મૂંઝાઈ રહ્યું છે મન, થઈ ગયું છે પ્રિયે શું તને?
સિંચી પ્રેમ જીવીત રાખ્યો તે ‘ચમન’ જીવનનો;
વેદના વળગી છે વિરહની તરફડે જીવ ભવનનો!
*ચીમન પટેલ ‘ચમન’
(૨૦જુલાઈ૧૯૬૪/૧૫ઓગષ્ટ’૧૬)
ભ્રમણા
અમારે ક્યાં સુધી રહેવું હવે તમારી આશામાં?
ભ્રમણા તો નથી ઉભી કરી પત્રોની ભાષામાં!
બારાત! February 14, 2012
Posted by chimanpatel in : મુક્તકો , 1 comment so farદગો દઇ મને દિવાનો બનાવ્યો એ તો ઠીક,
બારાત શું કરવા કાઢી મારા ઘર આગળથી!
ચીમન પટેલ “ચમન”
પરખ !
Posted by chimanpatel in : મુક્તકો , add a commentઅરક કાઢી જાણે માનવી ફુલોમાંથી,
પરખ તો નથી એને માનવ ફૂલોની!
ચીમન પટેલ “ચમન”
આંસુ! December 7, 2011
Posted by chimanpatel in : મુક્તકો , 1 comment so farધૂળમાં ભળી જઇને મૂલ્યહીન બની જાય તારા આંસુ,
ઝીલીલે, કમળપત્રની જેમ, મોતી બનશે તારા આંસુ!
•ચીમન પટેલ “ચમન”/0૫ડિસેમ્બર’૧૧
[૦૬ઓગષ્ટ૧૯૬૨ ના નિયંતિકાને લખેલ પત્રમાંથી]
જોતા નથી ! March 2, 2008
Posted by chimanpatel in : મુક્તકો , add a commentજોતા નથી !
શાકાહારી કંઈ શિકાર કરતા નથી ?
માંસાહારી કંઈ મંદીર જતા નથી ?
શો રાખવો ભેદ કોઈના ખાવા-પીવામાં,
વાણી સારી કદી નિકળતી જોતા નથી ?
૦ ચીમન પટેલ ‘ચમન’
૦૨ માચૅ’૦૮
મુક્તકો August 27, 2007
Posted by chimanpatel in : મુક્તકો , 1 comment so far” વિદાય
જોઈ એને મેં મંડપમાં જાતી,
આંખડી જેની આંસુમાં ના’તી,
રમી આટલા દિન જે ભવનમાં
જઈ રહી સાસરે હિબકા ખાતી.
૦ ચીમન પટેલ ‘ચમન’
૦૨/૦૯/’૬૫
” સનમ
અબોલા લઈ કૃર થઈ બેઠા,
વળી મારાથી દૂર જઈ બેઠા,
કહું કોને વિપત કથા મારી-
ચેન મારું બધુ લૂંટી લઈ બેઠા.
૦ ચીમન પટેલ ‘ચમન’
૦૨/૧૭/’૬૫
” શરાબી
રાત-દિવસ અમારો તમારામાં જીવ છે,
સમજી બેઠા યારો કે ભ્રમણામાં જીવ છે,
અમારે મન તો તું છે કંચન કે કામિની –
શરાબી આ જીવનો પ્યાલીમાં જીવ છે!
૦ ચીમન પટેલ ‘ચમન’
૦૨/૧૫/’૬૪
” વ્હેમ
સુખ સાંપડ્યું’તું સ્વર્ગનું સૂતાં સૂતાં સ્વપ્નમાં,
ઊઘડી ગઈ આંખ મારી ઘોંઘાટ થતાં ઘરમાં,
કેમ જગાડ્યો પૂછતાં પત્નીએ કીધું વ્યંગમાં
વહેમ પડ્યો’તો મને હસતા’તા તમે ઊંઘમાં !
૦ ચીમન પટેલ ‘ચમન’
૦૨/૧૫/’૬૪