તાનકા January 1, 2017
Posted by chimanpatel in : તાનકા , add a commentહાઈકુ ને તાનકા November 7, 2015
Posted by chimanpatel in : તાનકા,હાઈકુ , add a comment‘હોમલેસ’ (એક તાન્કા) May 28, 2013
Posted by chimanpatel in : તાનકા , add a comment(પૂર્વભૂમિકાઃ એક ‘હોમલેસ’…ભીખમાં ભૂલથી મળી માંઘી વીંટી નારીની …’યુ ટ્યુબ’ પર…)
‘હોમલેસ’ એ,
ભીખમાં મળી મોઘી
વીંટી,નારીની!
પરત કરી, ચડ્યો-
છાપે; મળ્યા કુટુંબી!!
• ચીમન પટેલ ‘ચમન’ (૨૮મે’૧૩)
તાન્કા (મંગળ પર) May 1, 2013
Posted by chimanpatel in : તાનકા , add a commentમંગળ પર
મીટ છે માનવની.
પહોચ્યા પછી,
મંગળના નંગમાં-
ભારે ભાવ ઘટાડો !
• ચીમન પટેલ “ચમન”
(૨૬અપ્રિલ’૧૩)
એક તાન્કા February 4, 2013
Posted by chimanpatel in : તાનકા , add a comment(યુવાનીમાં આંખ મિલાય અને પ્રેમ થઈ જાય.
પિતાની આપઘાત કરવાની વાતથી પ્રેમીકા ડરી જાય.
પ્રેમ અગ્નીને પત્રરૂપી પાણીથી પ્રેમીકા બૂઝાવે..
પચ્ચાસ વર્ષ પહેલાંની અનુભૂતિને શબ્દદેહ આજે અપાય .)
મળશો નહિ
મને હવે કદીયે,
લખ્યું’તું તમે !
વાતો કરો કાં, ફોટા
સાથે મારા, તો પછી?!
૦ ચીમન પટેલ ‘ચમન’ (૦૨ફેબ્રુ’૧૩)
એક શેર અને એક તાનકા October 1, 2012
Posted by chimanpatel in : તાનકા , 5 commentsશેર
દુઃખમાં સાંભરે રામ,
પરદેશમાં સાંભરે ગામ!
તાનકા
નજર પડી,
મારી પર એમની-
એવી તો તીક્ષ્ણ;
ઘવાયો છું ત્યારથી,
હું કોઇ શસ્ત્ર વિના!
* ચીમન પટેલ “ચમન”(૩૦સપ્ટે’૧૨)
આખરી વિદાયે-એક તાન્કા August 19, 2012
Posted by chimanpatel in : તાનકા,Uncategorized , 4 commentsક્રમ જો હોય,(૫)
તક મળે બધાને,(૭)
પ્રાણ છોડતાં;(૫)
કહેવું હોય જે તે-(૭)
આખરી વિદાયે તો!(૭)
* ચીમન પટેલ “ચમન”
(૧૯ઓગષ્ટ’૧૨)
એક તાનકા March 15, 2010
Posted by vijayshah in : તાનકા , add a comment
કીલર ‘વ્હેલે’
બદલી કરામત
પ્રેક્ષકો માટે-
ખબર નો’તી જેને
સાથીના આ અંતની!!
* ચીમન પટેલ “ચમન”
૨૮ફેબ્રુઆરી’૧૦
(“સી વલ્ડૅ’ના ‘ટ્રેઈનર’ના અક્સ્માતના સમાચાર પરથી)