ભિખારણ! (એક માઈક્રોફિક્શન વાર્તા) May 15, 2016
Posted by chimanpatel in : માઈક્રોફિકશન વાર્તા , trackbackભિખારણ! (માઈક્રોફિક્શન વાર્તા)
લેખકઃ ચીમન પટેલ ‘ચમન’
શહેરના એક ચાર રસ્તાના ક્રોસીંગ પર ગાડીઓની ભારે ભીડ હોય છે, અને લાઈન પણ ખાસી લાંબી થઈ જાય છે! આ સમયમાં ભીખ માગતી એક અમેરિકન સ્ત્રીને, બારી ખોલી ડોલર આપવાનો મારો ક્રમ પડી ગયો છે!
આજે મને એ ઓળખી જઈ એ મારી ગાડી પાસે પહોચી ગઈ! બારી ખોલી હું બોલ્યો; ‘મેમ, મારી નોકરી છૂટી ગઈ છે એટલે હું તમને ડોલર આપી શકુ એમ નથી, સોરી!’ હું બારી બંધ કરવા જતો’તો ત્યાં એ બોલી; “વેઈટ, સર.!” એની થેલીમાં હાથ નાખી, ડોલર ધરી એ બોલી; ‘સર! આ એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમજી સ્વિકારશોને? ઘેર પહોચી હું મારા પ્રભુને પ્રાર્થના કરીશ કે તમને જલ્દી નોકરી મળી જાય! ગુડલક સર!’
આખા રસ્તે ગરીબાઈ અને તવંગર ના વિચારોમાં ઘર ક્યારે આવી ગયું એની ખબર ન રહી!
************
(૩૦એપ્રિલ’૧૬)
Comments»
કાલ્પનિક રીતે પણ તમારી નોકરી છુટી જાય તો ય તમને એક ડોલર ભારે પડે તેમ નથ !
——–
જોક્સ એપાર્ટ…
પહેલો પુઋષ એકવચન વાપરવાની જગ્યાએ ત્રીજો પુઋષ એકવચન ઠીક રહેત.
થોડામાં ઘણું કહેવાની કળામાં સરસ ફાવટ બેસી ગઈ છે.
સરસ.I like it..
Thank you.