નવોપ્રયોગ-હાઈકુમાલા January 2, 2015
Posted by chimanpatel in : હાઈકુ , trackbackરૂપવંતી ! (સહિયારી હાઈકુ-પુષ્પમાલા ; એક નવો પ્રયોગ!)
ચીમન પટેલ ‘ચમન’ (હ્યુસ્ટન, યુ.એસ.એ.)
વલી મુસા’વલદા’(ગુજરાત, ઈન્ડીઆ)
[અમે બે મિત્રોએ રમતાંરમતાં આ હાઈકુ-પુષ્પમાલા ગૂંથી નાખી છે. માલાનાં હાઈકુપુષ્પો સુંદર અને સુગંધીદાર હોવાનો અમારો કોઈ દાવો નથી. આ તો દસ હજાર માઈલ દૂર બેઠાબેઠા અમે મેઈલ માધ્યમે આ પુષ્પો એકબીજા તરફ ફેંફતા ગયા અને માલા રચાતી ગઈ. ગઝલાક્ષરી અને અતાંક્ષ્રરી જેવો આ અમારો નવતર પ્રયોગ છે, જેને અમે નવા વર્ષે વેબજગતમાં વહેતો મૂકી રહ્યા છીએ. અમે આશા સેવીએ છીએ કે આપણાં ગુર્જરરત્નો “હાઈકુ-રત્નમાલા” તરીકે આ પ્રયોગને આગળ ધપાવશે. જય ગુર્જરી.]
એને જોઈને,
ઊભો રહી ગયો હું;
દિલ દોડતું ! (૧)
* “ચમન”
ખસતા નહિ
ઊભા જ રહેજો, હોં !
જાય ત્યાં લગી !! (૨)
* “વલદા”
ચાલવું હવે
પડશે; જાણ્યું જ્યારે,
પરિણીત એ ! (૩)
* “ચમન”
છૂટકો નથી,
પાદત્રાણપ્રહાર
વસમો પડે ! (૪)
*”વલદા”
(પાદત્રાણ = ખાસડું, પગરખું; વસમું = આકરું, ભારે)
રહેશે યાદ,
એ ને જૂતાં એમનાં-
જિંદગીભર! (૫)
* “ચમન”
પ્રક્ષેપાત્ર એ,
શેં ભુલાય, ક્યમ કે
ખતરનાક ! (૬)
*”વલદા”
(પ્રક્ષેપાત્ર=missile-મિસાઇલ)
પ્રીત પરાણે
ના થાય! ચળકે એ
સોનું કે’વાય?! (૭)
* ચમન
પ્રીતને છોડો,
પાણી પણ નોં પવાય
પરાણે હોં કે ! (૮)
*”વલદા”
શેઠની લઈ
શિખામણ; ભૂલવું
રહ્યું આ બધું !(૯)
*“ચમન”
ઝાંપા સુધીય,
શેઠની શિખામણ
રે’ તો ભૂલો ને!! (૧૦)
*”વલદા”
ઉદાસી મારી
સમજાઈ ગઈ છે;
ઘરવાળીથી!! (૧૧)
*“ચમન”
ઘરવાળી છે,
દાસી નથી; એટલે
ઉદાસી જાણી ! (૧૨)
* ‘વલદા”
Comments»
મઝા આવી ગઈ.
આભાર દેવિકાબેન. આ નવા પ્રયોગ માટે, નવા વર્ષે તમારી પાસેથી વધારે શબ્દોની ખાસ અપેક્ષા રાખી હતી.
‘ચમન’
saras sahiyaaro prayaas
happy if it continues..
further and further
તમે પ્રથમ છો! વેબસાઈ પર આંટો મારી પ્રતિભાવ મૂકવા માટે, આભાર.
“ચમન”
રૂપવંતી થી,
બચાવ્યા ઘરનારે,
પડત માર.
જોડી કડી જો ગમે તો!
શૈલા મુન્શા
સાચા પ્રતિભાવ તો તમારા બન્નેની પત્નીઓ આપી શકે, હું તો કહીશ કે બહુ મજા આવી. આ ઉમ્મરે બીજું શક્ય પણ શું છે?
નવા વર્ષની મુબારકબાદી સારી લાગી કે નહિં?
Today at 12:21 PM
અભાર તમારો અહીં આવવા અને પ્રતિભાવનો પ્રસાદ મૂકવા.
રૂપવંતી થી,
બચાવ્યા ઘરનારે,
પડત માર.
જોડી કડી જો ગમે તો!
શૈલા મુન્શા
ઘરવાળી કહી,
પત્ની ઉદાસી એટલે,
સમજ પડી !
જ્યારે નહી,
ત્યારે ખોટ લાગી,
અફસોસી રહી !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you @ Chandrapukar !
Nice Post !
આભાર.
તમે કાવ્યમાં કહ્યું ને મેં હાઈકુ માની લઈ એ વિષે લખી નાખ્યુમ. દિલગીરી વ્યકત કરી લઉ લઉ?
“ચમન”
બે હાઈકુ વીરોની સામસામી અંતાક્ષરીની સાહિત્યિક રમત માણી .
એક પેની મારા તરફથી…..પાદ પૂર્તિ રૂપે .
પતિ ઉદાસ
બને એ ,પત્નીને ય
ના ગમે કદી.
આભાર વિનોદભાઈ,
આ મોઘવારીમાં એક પેની જ? ચાલશે. સાચા અને ખરા દિલથી આપી તો સ્વિકારી રહી?
તમારી વેબસાઈ પર મૂકવાનું મન થાય તો અત્યારે જ પરવાનગી આપી રાખું.
વિજયભાઈએ એમની વેબ સાઈટપર મૂકી.
નવો પ્રયોગ વધુ વાંચનારને જાણવા મળે એ માટે.
ફરી આભાર સાથે.
‘ચમન’
દિલ દોડતું
જ્યંમ વાદળ ભર્યું
તોય તરસે.
સરયૂ
સુંદર કલ્પના ભર્યું હાઈકુ.
વાદળની જેમ દિલ દોડે, પણ વાદળની જેમ પાણી પાસે/સાથે નથી!
હવે હાથ બેઠ્યોને હાઈકુ પર!
હવે હાઈકુનો સ્વાદ પણ ચાખ્યો!!
લખતા રહો અને મોકલતા રહો.
આભાર સાથે
‘ચમન’
saras. khub gamyu.
આભાર અહીં આવી પ્રતિભાવ આપવા માટે.