પદ્મકાન્ત ખંભાતિની ૭૫મી વર્ષગાંઠ ઉજવતાં July 29, 2012
Posted by chimanpatel in : Uncategorized , trackback ઘણા હ્યૂસ્ટનવાસીઓ પદ્મકાન્ત ખંભાતિને જાણતા હશે.
હું એમને ૧૯૫૩થી જાણુ છું. આ હઝલ જે મે પેશ કરી હતી
એ આપના વાંચન માટે અહિ ટપકાવી છે.
દેખાતું નથી થયા હોય પંચોતેર પદ્મકાન્ત તમને?
ખબર ના પડી આજ સુધી તમારી ઉંમરની અમને!
બગલમાં બેસીને રમાબેને કરી છે તમારી તો સેવા,
પંચોતેર વરસે પણ લાગો છો પચ્ચાસ હોય એવા!
પૂરા કર્યા પંચોતેર મળી રમા જેવી એક ઘરવાળી,
લપસી ના જતા જોઇ રસ્તે જતી કોઇ બહારવાળી!
હુક્કમ ચલાવે નહિ રમાબેન કદિયે એમના ઘરમાં,
પડતો બોલ ઉપાડે પદ્મકાન્તભાઇ તો ભઇ પળમાં.
નહિ મળે પદ્મકાન્ત જેવો વર રમાબેન દિવો લઇ,
કે’તા નહિ સખીઓને જઇ રુપિયો છે આ ખોટો ભઇ!
રેડિયા પર બોલવામાં ગયા નથી કદી તમે થાકી,
માંડા માંડા ઘર તો બદલ્યું ને હવે શું રહ્યું છે બાકી?
સાધુ ને સંતોનો સમાગમ રાખવો તમારે નહિ પડે,
સ્વર્ગમાં જવાનો માર્ગ કોઇને પણ પૂછવો નહિ પડે
સગા, સબંધી ને મિત્રો તો ઘણા છે તમારા ગામમાં,
આવા પ્રસંગે જૂઓ કેવા આવ્યા છે તમારા કામમાં.
પાર્થના કરીએ ‘ચમન’ ભેગા થઇ આપણે આજે સહું,
આપે આયુષ્ય અવિનાશ આ મિત્ર કપલને તો બહું.
*ચીમન પટેલ “ચમન”
(૨૧જુલાઇ’૧૨)
Comments»
saras
moda moda abhinandan
ramaben saathe shatayu bano tevi shubhechChhaa
કુટુંબ અને મહેમાનોની સરભરામાં ભૂલાયો એ દિન
ગુમાવી એ પળ અને ભાગિદાર ન બની શકી, જે દિન
શુભેચ્છા .
પ્રવિણા અવિનાશ
સુંદર રચના
http://www.pravinash.wordpress.com