થોડા હાઇકુઃ June 29, 2012
Posted by chimanpatel in : હાઈકુ,Uncategorized , trackbackજિંદગી ભર,
ચાહતો રહ્યો એને;
સમજ્યા વિના!
* ચીમન પટેલ “ચમન” (૧૯અપ્રિલ’૧૨)
રડે કેમ એ,
ખૂટી ગયા છે આંસું-
પરણી એને!
* ચીમન પટેલ “ચમન” (૧૯અપ્રિલ’૧૨)
સીતા સમી તો
પત્ની મળી; કેમ એ
રાવણ બન્યો?!
* ચીમન પટેલ “ચમન” (૧૯અપ્રિલ’૧૨)
Comments»
ચાલ મળીએ કોઇ પણ કારણ વિના,
રાખીએ સંબંધ કંઇ સગપણ વિના.
એક બીજાને સમજીએ આપણે,
કોઇ પણ સંકોચ કે મુંઝવણ વિના.
કોઇને પણ ક્યાં મળી છે મંઝિલો,
કોઇ પણ અવરોધ કે અડચણ વિના.
આપ તો સમજીને કંઇ બોલ્યા નહીં,
મેં જ બસ બોલ્યા કર્યું, સમજણ વિના.
– બાલુભાઇ પટેલ
છેલ્લુ હાઈકુ વાંચીને મને મારા માટે એક સુધારો કરવાનું મન થઈ ગયું.
‘એ રાવણ કેમ બન્યો’ શબ્દોની જગ્યાએ ‘હું રાવણ કેમ બન્યો’ એમ લખવાનું
મન થયું.
શ્રીરામ…શ્રીરામ….